વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ અને રાજસ્થાન રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રી મહેન્દ્રસિંહ બોરાજનું રાજકોટ ખાતે કનકભાઈ બારોટના પુત્ર જયના યજ્ઞોપવિત પ્રસંગે હાથી, ઘોડા, રથ પાલખી સુશોભીત રજવાડી ઠાઠથી અસલ બારોટ સમાજની પ્રણાલીકા પ્રમાણે સાફાઓ સાથે ૩૦૦૦ બારોટની હાજરી સાથે ઈતિહાસિક સન્માન કરાયું. જેમાં પ્રેસ પ્રતિનિધ અમરૂભાઈ બારોટ દ્વારા (ભવાની) શમશેર તલવારથી સૌરાષ્ટ્ર બારોટ સમાજ વતી મહેન્દ્રસિંહ બોરાજનું સન્માન કરાયું. મહેન્દ્રસિંહ ભાવનગરથી પોરબંદર, રાજકોટ, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજુલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ જિલ્લાભરના અલગ-અલગ ગોળ ધરાવતા બારોટ સમાજને એક એક તાંતણે બાંધી વંશાવલી સંસ્થાના માધ્યમ દ્વારા સંગઠન કરાયું અને તેમના પ્રવચનમાં પણ એ જ વાતના આદેશો અપાયા કે તમારી ભાવી પેઢીનું સારૂ ઈચ્છતા હો અને રાજ્ય સરકારથી કેન્દ્ર સરકારના સુધી સમસ્ત બારોટ સમાજના ઉત્કર્ષની ગંભીર વાતો કરીને તેના ઉકેલ કરી રાજ્ય સરકારમાંથી મંજુર કરાવવા પ્રયત્નો શરૂ કરાયા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ વંશાવલી સંસ્થાના પ્રમુખ શંભુજીરાવ, ખજાનચી સતીષભાઈ બારોટ, દિનેશભાઈ બારોટ અને બારોટ સમાજના સંત શિરોમણી શાંતિદાસબાપુ સાથે સુપ્રસિધ્ધ કલાકાર ગુલાબદાન બારોટની ઉપસ્થિતિ રહેલ.



















