રાજકોટની ગુમ થયેલી બે સગીરાને શોધી કાઢતી ગઢડા પોલીસ

776
bvn832018-3.jpg

મીસંગસેલ અને સી.આઇ.ડી.ક્રાઇમ ગુ.રા.ગાંધીનગરના ફેકેસ મેસેજથી તા.૦૧/૦૩થી તા.૩૧/૦૩/૧૮ સુધી ગુમ/અપહરણ બાળકો/વ્યક્તિઓને શોધી કાઢવા માટે ઓપરેશન મુસ્કાનનું આયોજન કરેલ હોય જે અંગે બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલ સા.ની સુચના અને માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગુમ/અપહરણ થયેલ સગીર બાળકોને શોધી કાઢવા પીએસઆઇ રાજુ કરમટીયા, સ્ટાફના માણસો વુમન એ.એસ.આઇ. કે.બી.ખેર,  પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ, જયપાલસિંહ ગોહિલ, જયંતીભાઇ કટારાએ રીતેના સતત પેટ્રોલીંગમાં રહી પ્રયત્નો શરૂ હોય તે દરમ્યાન બાતમી મળેલ કે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે સગીર બાળકીઓ )પુજાબેન ડો/ઓ અબ્દુલભાઇ પઠાણ, આરતીબેન ડો/ઓ રાજુભાઇ વધવા રહે.બંને રાજકોટ,કોઠારીયા રોડ વાળી પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ છે અને હાલ ગઢડા બસ સ્ટેન્ડ નજીક ઉભી છે તેવી બાતમીરાહે હકીકત મળતા ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા સ્ટાફના માણસો ગઢડા બસ સ્ટેન્ડ નજીક જતા ઉપરોક્ત બંને સગીર બાળકીઓને પકડી પાડી ગઢડા પોલીસ સ્ટેશને લઇ આવેલ અને રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તથા ભોગબનનારના માતા પિતાને જાણ કરી બોલાવી તેઓને સોંપી આપી ધોરણસરની કાર્યવાહી કરી હતી