સારી ટેકનોલોજીવાળા દેશો રાતમાં જ હુમલો કરે છેઃ બી.એસ.ધનોઆ

360

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ એ બાલાકોટ એરસ્ટ્રાઇકને લઇ ખુલાસો કર્યો છે. આ અંગે એક ઇન્ટરવ્યુમાં એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે ભારતીય વાયુસેના એ રાત્રે જ કેમ કરી બાલાકોટમાં કાર્યવાહી? તેમણે કહ્યું કે સારી ટેકનોલોજીવાળા દેશો રાતમાં જ હુમલો કરે છે. તમે ગલ્ફ વૉરને જ લઇ લો, તેની શરૂઆત રાતમાં જ થઇ હતી. જ્યારે તમે રાતમાં હુમલો કરો છો તો તેનો મતલબ કે તમારી પાસે સારી ટેકનોલોજી છે. દિવસે હુમલો કરવાનો મતલબ તમારી પાસે ટેકનોલોજી નથી.

બીએસ ધનોઆ પાકિસ્તાનના એક આરોપોનો જવાબ આપી રહ્યા હતા જેમાં પાડોશી દેશે કહ્યું હતું કે ભારત રાતમાં જ હુમલો કરીને ભાગી ગયું. તેના જવાબમાં એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ આ વાત કહી. આ વર્ષ ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના એ જવાબી કાર્યવાહી કરતાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા. વાયુસેના પ્રમુખે સખ્ત લહેકામાં કહ્યું કે આ પાકિસ્તાનનું નિવેદન હતું. તેમને અમે પડકાર આપ્યો હતો. તેઓ અમને પડકારી શકયા નહીં. અમે અમારા હેતુમાં સફળ થયા. આ મોટી વાત છે. એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે ઑપરેશન અંગે અમે માહિતી આપી શકીએ નહીં. કયા હથિયારોનો અમે ઉપયોગ કર્યો તે અંગે પણ અમે જણાવી શકીએ નહીં. તો પાકિસ્તાનના કેટલાંય મંત્રીઓના પરમાણુ યુદ્ધવાળા નિવેદન પર તેમણે કહ્યું કે અમે કોઇપણ મુકાબલા માટે તૈયાર છીએ. અંતિમ નિર્ણય તો સરકારને જ લેવાનો છે.

Previous articleહાઇકોર્ટનો સંપર્ક કરી નહિ શકવાનો જમ્મુ કાશ્મીરના લોકોનો દાવો યોગ્ય નથીઃ સુપ્રિમ કોર્ટ
Next articleતુલસી ગબાર્ડે હાઉડી મોદી કાર્યક્રમમાં હાજર નહિ રહે : માફી માંગી