બંદર રોડ પર સાયકલ સવારને ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર

710
bvn1892017-11.jpg

શહેરના બંદર રોડ વૈશાલી સિનેમા પાસે સાયકલ સવાર પ્રૌઢને ટ્રકના ચાલકે અડફેટે લેતા ગંભીર હાલતે ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના અલકા સિનેમા લાઠીયાના ડેલા પાસે રહેતા શાંતિભાઈ ઘુસાભાઈ કુડેચા ઉ.વ.પ૮ સાયકલ લઈ બંદર રોડ વૈશાલી સિનેમા પાસેથી પસાર થતા હતા તે વેળાએ સામે આવી રહેલ ટ્રક નં.જીજેપ એક્સ ૩૧૭૬ના ચાલકે અડફેટે લેતા શાંતિભાઈને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ૧૦૮ સેવા દ્વારા સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા.

Previous articleમોદીના જન્મદિને ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ કરાયું
Next articleગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન