જાફરાબાદ નગરપાલીકા પ્રમુખ તરીકેનો કોમલબેન બારૈયાએ ચાર્જ સંભાળ્યો

671
guj1132018-3.jpg

ગુજરાતભરમાં માત્ર એક જ નગરપાલિકા સમરસ બનીને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની જાફરાબાદ શહેરની હીન્દુ મુસ્લીમ સમાજમા સારૂ એવુ માન ધરાવવાથી એક પણ કોંગ્રેસ ઉમેદવાર ન મળતા તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાના ભાઈ સરમણભાઈ બારૈયાના પત્ની કોમલબેન બારૈયાએ નગરપાલિકાના પ્રમુખ તરીકે વિધીવત ચાર્જ સંભાળતા શુભ મુર્હુતમાં ઓફીસનો કારભાર સંભાળતા અગાઉની ભગુભાઈ સોલંકી દ્વારા અને હીરાભાઈ સોલંકીની જહેમતથી ખુબજ થયેલ વિકાસના કામોમાં બાકી રહેલ જાફરાબાદ નગરપાલીકાના વિકાસના કામોની હરણફાળથી આગળ વધશે જેમા શહેરની જનતાના પાયાના પ્રશ્નો જેવા કે સમયસર પાણી, ગટર વ્યવસ્થા સ્વચ્છતા ઉપર વધારે બાર અપાશે અને પડતર પ્રશ્નોનું જલ્દી નિરાકરણ માટે વોર્ડ વાઈઝ મિટીંગોનું આગવુ આયોજન પણ કરેલ છે નવ નિયુક્ત પ્રમુખ કોમલબેન સમરણભાઈ બારૈયાનું પ્રથમ સુત્ર મારૂ જાફરાબાદ સમરસ જાફરાબાદ, સ્વચ્છ અને સુંદર જાફરાબાદ અને વિકાસ શીલ જાફરાબાદનું સુત્ર જાહેર જનતાને આપેલથી જાફરાબાદ શહેરની હિન્દુ મુસ્લીમ સમરસ જનતામાં ખુશીનો માહોલ છવાયો છે.