મોબાઈલ પર તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

753
bvn1892017-2.jpg

ગારિયાધારના સુખપર ગામે મોબાઈલ પર તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ગારિયાધાર પોલીસ સ્ટાફે ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગારિયાધારના સુખપર ગામે પત્તાપ્રેમીઓ મોબાઈલ પર જુગાર રમતા ગારિયાધાર પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. જેમાં મુકેશ રામજીભાઈ ખસીયા, હર્ષદ લક્ષ્મણભાઈ ચુડાસમા, અનિલ રામજીભાઈ ખસીયા, દિપક પ્રેમજીભાઈ ખસીયા રે.સુખપર ગામ અને હર્ષદ દેવરાજભાઈ મકવાણા રે. જાળીયાવાળાને ર૩ મોબાઈલ કિ.રૂા.૧,૧૬,૦૦૦ રોકડ રૂા.ર૦૩૦ અને જીઓનું ડોંગલ મળી કુલ રૂા.૧ લાખ ૧૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleગંગાજળીયા તળાવ પાસે પાનની દુકાનમાંથી માલ-સામાનની ચોરી
Next articleઆર્મીમાં ફરજ બજાવતા યુવાનનંુ અકાળે નિધન