વીર માંધાતા કોળી સમાજ સંગઠન ભાવનગર દ્વારા આજે શહેરના જવાહર મેદાન ખાતે સર્વજ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરાયેલ. જેમાં પ૪ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા, ચેરમેન સુરેશ ધાંધલ્યા, રાજુભાઈ સોલંકી સહિતે ઉપસ્થિત રહીને નવદંપતિઓને શુભેચ્છા પાઠવી હતી.