વરસાદની ચિંતાથી શહેરના ગરબા આયોજકો વોટર પ્રુફ ડોમના ભરોસે

946
gandhi1992017-4.jpg

નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બને તેવા સંજોગો ઉભા થયા છે. ત્યારે હાલમાં ગાંધીનગરમાં મોટાપાયે યોજાતા નવરાત્રી મહોત્સવમાં આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. છેલ્લા બે વર્ષથી નવરાત્રીના દિવસોમાં રાત્રીના સમયે એકાએક વરસાદ તુટી પડે છે. જેના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી જાય છે. તેમજ ઓરકેસ્ટ્રા અને ટેકનીકલ સાધનોમાં પાણી ભરાઇ જતુ હોય છે. વર્ષે વરસાદની માહોલ જામ્યો છે. ત્યારે આયોજકોએ વરસાદને ધ્યાને લાઇને વોટર પ્રુફ ડોમ અને ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 
ગત વર્ષે ગાંધીનગરના સેકટર ૬ના કલ્ચરના મેદાનમાં, સેકટર ૧૧ના મેદાનોમાં યોજાતા નવરાત્રી મહોત્સવ અને સ્થાનિક સેકટરોમાં યોજાતા ગરબાના મહોત્સવના ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ગયા હતાં. તેને ધ્યાને લઇને વર્ષે ઓરકેસ્ટ્રા માટે ડોમ અને ખેલૈયાઓના ગ્રાઉન્ડના લેવલને ઉંચુ બનાવવામાં આવ્યું છે. થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર કલબના રોહિતભાઇ એ જણાવ્યું હતું કે, બે વર્ષથી નવરાત્રીના નોરતા દરમિયાન વરસાદી માહોલ જોવા મળે છે. નવરાત્રી દરમિયાન વરસાદના કારણે ખેલૈયાઓ અને ઓરકેસ્ટ્રા્‌ ખલેલ પહોંચે છે. ત્યારે થનગનાટ ગરબા ગ્રાઉન્ડમાં વર્ષે વરસાદને ધ્યાને રાખીને વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવશે. જ્યારે ખેલૈયાઓ માટેના મેદાનમાં રેતી પાથરીને લેવલને ઉંચુ લઇ જવામાં આવશે. જેથી વરસાદી પાણી વચ્ચે ભરાઇ બહાર નિકળી શકે.

Previous articleવિજાપુર ન.પા.માં ર અપક્ષ અને ૧ કોંગી કોર્પોરેટરે ભાજપનો ખેસ પહેર્યો
Next articleનરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી