દેસાઈનગર સામે ગોકુળધામ સોસા.માં તીનપત્તીનો જુગાર રમતા સાત ઝડપાયા

679
bvn1332018-1.jpg

શહેરના દેસાઈનગરની સામે ગોકુલધામ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા સાત ઈસમોને એલસીબી ટીમે પૂર્વ બાતમી રાહે રેડ કરી ત્રણ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં અધિકારી-કર્મચારીઓ ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન દેસાઇનગર સામે આવેલ ત્રિપદા કોમ્પ્લેકસની પાછળનાં ભાગે આવેલ ગોકુળધામ સોસાયટીનાં જાહેર રોડ ઉપર ઇલે. લાઇટનાં થાંભલા નીચે અમુક ઇસમો ભેગાં થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં મેહુલભાઇ દેવાભાઇ ચોહલા, અશોકભાઇ કરશનભાઇ ચોહલા, રમેશભાઇ સાજણભાઇ મેર, બુધાભાઇ સોંડાભાઇ બાબરીયા, હરેશભાઇ કરશનભાઇ આલગોતર, વિપુલભાઇ કરશનભાઇ મોરડીયા, પરેશભાઇ પ્રવિણભાઇ સોલંકી સહિતના કુલ-૭ માણસો ગંજીપતાનાં પાના,મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૭૮,૦૦૦/-,મો.સા./રીક્ષા કિ.રૂ.૧,૪૦,૦૦૦/-તથા રોકડ રૂ.૯૪,૮૦૦/-મળી કુલ રૂ.૩,૧૨,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, હર્ષદભાઇ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, ભીખુભાઇ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, સંજયસિંહ ઝાલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleજિલ્લામાં સિંચાઈના પાણી પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત
Next articleશાંતિપૂર્ણ માહોલ વચ્ચે SSC અને HSC બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ