રાજુલા-મહુવા લોકલ બસ શરૂ કરવાની માંગ સાથે વિકટરમાં રસ્તા રોકો આંદોલન

920
guj1432018-1.jpg

રાજુલા મહુવા લોકલ એસ .ટી .બસ શરૂ કરવા ની માંગ સાથે વિધાર્થીઓ ઉતર્યા રસ્તા પર એસ .ટી રોકો અને રસ્તા રોકો આંદોલન શરૂ કરતા પોલીસ સહિત એસ .ટી .વિભાગ થયું દોડતું ડેપો મેનેજર પણ ઘટના સ્થળે દોડી ગયા હતાં. 
આજ રોજ રાજુલા નજીક આવેલા વિક્ટર ગામ ખાતે રાજુલા, વિક્ટર સહિતના ગામોમાંથી અભ્યાસ અર્થે મહુવા જતા વિધાર્થીઓને સમય સર બસ ન મળતા વિધાર્થીઓ દ્વારા અનેક વખત રાજુલા, મહુવા ડેપો મેનેજર, અમરેલી, ભાવ નગર ડિવીજન, ધારાસભ્ય સહિતની જગ્યા પર લેખિત અનેક વાર બસ શરૂ કરવા માટે  આવેદન પત્ર પાઠવવામાં આવ્યા છતાં યોગ્ય કાર્યવાહી નહીં થતાં આજ રોજ વિદ્યાર્થીઓ અને ગ્રામ જનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે અપાયેલ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચારવા છતાં તંત્રના પેટ નું પાની પણ ન હાલતા વિક્ટર પોલીસ ચોંકી સામે જ સવારના ૯કલાકેથી વિધાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા પર બેસીને એસ .ટી .વિભાગ સામે સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો ઘટનાની જાણ થતાં રાજુલા .પી .આઈ યૂ .ડી .જાડેજા સહિત મરીન પોલીસ પીપાવાવનો મસ મોટો કાફલો દોડી ગયો હતો  અને સમજાવટ કરવાના પ્રયત્નો કરાયા હતા જોકે  વિધાર્થીઓ અડગ રહીને જ્યાં સુધી જવાબદાર અધિકારી દ્વારા લેખિતમાં બાંહેધરી આપીને પ્રશ્નોનો નિકાલ કરવામાં ના આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની જીદ કરતા રાજુલા ડેપો મેનેજર પણ દોડી ગયા હતા ત્યારે વિધાર્થીઓ અને તેમજ ગામના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવતા મેનેજર પન લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું હતું અને  ફરજમાં રૂકાવટ સહિતનો ગુન્હો દાખલ કરવાની વાત કરતા મામલો બગાડ્યો હતો જોકે બાદમાં વિધાર્થીઓની તમામ માંગ લેખિતમાં સ્વીકારતા અને સંતોષ કારક જવાબ આપતા આંદોલન સમેટાયુ હતું. આંદોલનના પગલે ભાવ નગર ઉના નેશનલ હાઇ-વે બંધ થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી અને મરીન પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.

Previous articleવડલી, નાગેશ્રી ગામે મનરેગા કામના નાણાના ચુકવણા કરવાની રજુઆત
Next articleગીર સોમનાથ જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિજેતા