નાગધણીબા ગામે લાઈટના અજવાળે જુગાર રમતા શખ્સો ઝડપાયા

1188
bvn1432018-5.jpg

ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો નાઇટ રાઉન્ડમાં હતાં.તે દરમ્યાન તળાજા રોડ,દુઃખીશ્યામબાપા સર્કલ ઉપર આવતાં પો.કો. ચંદ્દસિંહ વાળાને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર તાલુકાનાં નાગધણીંબા ગામનાં ખોડિયા મંદીર ઉપર સંતોષી માતાજી તથા વરૂડી માતાજીનું મંદિર આવેલ છે.
જે મંદિરનાં પગથીયાની બાજુમાં ઇલે. લાઇટનો થાંભલો આવેલ છે.તે થાંભલાનાં લાઇટનાં અંજવાળા નીચે માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતી નો હારજીતનો જુગાર રમી રહ્યાં છે.તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના,મોબાઇલ નંગ-૧૨ કિ.રૂ.૪૬,૦૦૦/- તથા રોકડ રૂ.૧,૦૩,૧૫૦/-મળી કુલ રૂ.૧,૪૬,૧૫૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.
તેઓ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
યોગેશભાઇ મણીલાલ ઠક્કર (ઉ.વ.૫૪), અમીરઅલી યુસુફઅલી ગભરાણી (ઉ.વ.૪૫), અલ્તાફબીન અલીભાઇ બહાદાદ (ઉ.વ.૩૬), રજાકભાઇ ઇસ્માઇલભાઇ સાકરવાલા (ઉ.વ.૫૩),  મોહિતભાઇ હબીબભાઇ ભાડુલા (ઉ.વ. ૩૧),  હનીફભાઇ દાઉદભાઇ લાખાણી (ઉ.વ.૩૫), ઇરફાન યુનુસભાઇ માલકાણી (ઉ.વ.૩૪),  હિતેશ રમેશચંદ્દ કારીયા (ઉ.વ.૪૬),  સંજયભાઇ પ્રતાપભાઇ બારડ (ઉ.વ.૩૧), કિરીટભાઇ ઉર્ફે ધીરો ઘુસાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૯) રહે. તમામ ભાવનગર.
આમ,જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૧૦ ઇસમને કુલ રૂ.૧,૪૬,૧૫૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી.ને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, ચંદ્દસિંહ વાળા, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleઉનાળાના પ્રારંભે જ સિહોરમાં પાણીની સમસ્યા
Next articleઅપહરણના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો