પાટીદાર સામેના ૯૦ ટકા કેસ પાછા ખેંચી લેવાયા છે : પ્રદિપસિંહ જાડેજા

684
gandhi1632018-5.jpg

પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે આજે ભાજપ અને કોગ્રેસ વચ્ચે ચર્ચા થઇ હતી. કોગ્રેસના લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન ૨૨ હજાર પાટીદાર યુવાનો સામે કેસ કરવામાં આવ્યા હતા. ભાજપે ચૂંટણી અગાઉ વચન આપ્યું હતું કે, તે કેસ પાછા ખેંચી લેશે પરંતુ હજુ સુધી પાછા ખેંચવામાં આવ્યા નથી. વસોયાના આક્ષેપ સામે પર નીતિન પટેલે કહ્યું હતું કે, પાટીદારો વિરુદ્ધના ૯૦ ટકા કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે જાતિવાદને ભડકાવી સત્તા ઉપર બેસવાના તમારા મનસૂબા સફળ થયા નથી એટલે મનની મનમાં રહી ગઈ છે. તમે ફરીથી લોકોને ઉશ્કેરી રહ્યા છો. પરંતુ પાટીદાર સમાજનો આભાર કે એ લોકોની વાતમાં આવ્યા નહીં અને ફરી ગુજરાતમાં ભાજપ સરકાર આવી. ગૃહમંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, પાટીદાર સમાજ ભાજપનું પિંડ છે. એ અમારી સાથે જ રહેશે. ભલે વિપક્ષના નેતા તરીકે પાટીદારની નિમણૂક કરાઇ હોય પરંતુ પાટીદારો ક્યારેય કોગ્રેસ સાથે નહી જાય. કોગ્રેસ ભાજપને સીધી રીતે હરાવી શકી નથી જેથી જાતિવાદી પરિબળોનો સહારો લઇ રહી છે. 
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ૫૩૭ કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં ૨૪૭ કેસ પાછા ખેંચવા અંગે કોર્ટને જાણ કરી દેવામાં આવી છે. જ્યારે ૨૩૮ જેટલા કેસો પરત ખેંચાયા છે. ઉપરાંત ૪૧ કેસ તપાસ હેઠળ છે. કેટલાક ગંભીર કેસો છે જેને પરત ખેંચવાની રાજ્ય સરકારને સતા નથી. અમારા અધિકારમાં આવતા હતા તે કેસો અમે પાછા ખેંચ્યા છે. ૧૪ ગુના અને ૧૨ ખાનગી ફરિયાદો પાછી ખેંચી શકાય એમ નથી. અમે જે કહ્યું છે એ કરવાના જ છે, બધી હકીકતો નેટ ઉપર છે.

Previous articleગેરકાયદે વપરાશ બદલ ઓશિયા હાઇપર માર્ટ સીલ
Next articleનર્મદાના પાણીના નિયમો ગૃહમાં ચર્ચવા અધ્યક્ષ, સીએમને પત્ર