ભાવ. યુનિ. કર્મચારી મંડળ દ્વારા પાવરટ્રેકના સહયોગથી સોલાર રૂફટોપ સેમિનાર યોજાયો

832
bvn1992017-1.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. ભાવનગર અને પાવરટ્રેક કંપનીના સંયુક્ત ઉપક્રમે મંડળીના સભાસદોને સોલાર રૂફટોપ પેનલ વિશેની માહિતી આપવા તથા ગ્રીન એનર્જીની પ્રેરણા મળી રહે તેવા હેતુથી આ સેમિનારનું આયોજન ગત તા.૮-૯-ર૦૧૭ને શુક્રવારના રોજ સાંજે પ થી ૮ કલાક દરમ્યાન કરવામાં આવેલ. આ સેમીનારમાં અધિકારીઓ, પદાધિકારીઓ તથા વિવિધ ભવનના અધ્યક્ષ કે જેઓ મંડળીના સભાસદો પણ છે તેઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં. સેમિનારમાં સભાસદોને ગ્રીન એનર્જી તથા સોલાર રૂફટોપ પેનલ વિશે માહિતગાર કરવામાં આવ્યા. વિવિધ સરકારી યોજનાઓ અને તેના લાભો તથા રૂફટોપ પેનલ કેમ કામ કરે છે તેની વિગતે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે માહિતગાર કરવામાં આવ્યા. સભાસદોને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે કંપનીના વિવિધ હોદ્દેદારો અને ટેકનિકલ સ્ટાફ દ્વારા માહિતી આપવામાં આવી. આ સેમિનારમાં પાવરટ્રેક કંપની તરફથી યોગેશભાઈ તથા રિયલ મલ્ટીપલ સોલ્યુશન, ભાવનગર તરફથી મૌલેશભાઈ ભટ્ટ તથા મંડળીના માનદ મંત્રી મિલનસિંહ પરમાર તથા અન્ય કારોબારી સભ્યોની વિશેષ ઉપસ્થિત રહેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.