આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડનો આઈપીઓ રર માર્ચે ખુલશે

788
guj1732018-1.jpg

આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડએ ૨૨ માર્ચ, ૨૦૧૮ને ગુરુવારનાં રોજ કિંમત પર કેશ માટે શેરદીઠ રૂ. ૫ની ફેસ વેલ્યુ ધરાવતા ૭૭,૨૪૯,૫૦૮ ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં આઇસીઆઇસીઆઈ બેંક લિમિટેડ દ્વારા ૭૭,૨૪૯,૫૦૮ ઇક્વિટી શેર સુધીનાં વેચાણ માટેની ઓફર મારફતે શેર પ્રીમિયમ સામેલ છે, જેમાં શેર પ્રીમિયમ સહિત કિંમત પર રોકડ માટે આઇસીઆઇસીઆઈ બેંક શેરધારકો દ્વારા ખરીદી માટે ૩,૮૬૨,૪૭૫ ઇક્વિટી શેર સુધીનું રિઝર્વેશન સામેલ છે. ઓફરમાં પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલનો ૨૩.૯૮ ટકા હિસ્સો અને ચોખ્ખી ઓફર (ઓફરમાં “આઇસીઆઇસીઆઈ બેંક શેરહોલ્ડર્સ રિઝર્વેશન પોર્શન”ને બાદ કરતાં) પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલનો ૨૨.૭૮ ટકા હિસ્સો સામેલ છે. ઇક્વિટી શેરદીઠ પ્રાઇઝ બેન્ડ રૂ. ૫૧૯થી રૂ. ૫૨૦ નક્કી કરવામાં આવી છે. બિડ્‌સ લઘુતમ ૨૮ ઇક્વિટી શેરનાં લોટ માટે અને પછી ૨૮ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. બિડ/ઓફર ૨૬ માર્ચ, ૨૦૧૮ને સોમવારે બંધ થશે. સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્‌સ) રેગ્યુલેશન્સ, ૨૦૦૯, જેમાં સમયેસમયે થયેલા સુધારા મુજબ (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”) મુજબ, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા સહભાગીદારીનો વિચાર લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કરી શકે છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો ગાળો ૨૧ માર્ચ, ૨૦૧૮ એટલે કે બિડ/ઇશ્યૂ ખુલવાની તારીખનાં એક દિવસ અગાઉ રહેશે. ૧૩ માર્ચ, ૨૦૧૮નાં રોજ પ્રસ્તુત રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્‌સ મારફતે ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ ડીએસપી મેરિલ લીન્ચ લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્‌સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સીએલએસએ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એડલાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, આઇઆઇએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્‌સ લિમિટેડ છે. ઓફરનાં માર્કેટિંગનાં બીઆરએલએમ તરીકે આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ કામ કરે છે. 

Previous articleહાઈ હીલ હિમાલય ટ્રેકીંગમાં પસંદગી
Next articleઅંબરીશ ડેરના સસ્પેન્શનના વિરોધમાં રાજુલામાં ચકકાજામ