IAS ગૌરવ દહિયાનો સસ્પેન્શન ઓર્ડર ૩ મહિના લંબાવાયો

343

ગુજરાતના આઈએએસ ગૌરવ દહિયાને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. દિલ્હીની મહિલા સાથેના લગ્નેતર સંબંધોના આક્ષેપોને લઈને રચાયેલી તપાસ સમિતિના અહેવાલની ભલામણના આધારે રાજ્ય સરકારે ૨૦૧૦ની બેચના આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે દહિયાને વધુ ૩ મહિનાનું સસ્પેન્શન લંબાવાયું છે. ઓગસ્ટ મહિનામાં સસ્પેન્ડ કર્યા વધુ ત્રણ મહિના સસ્પેન્શન લંબાવાનો નિર્ણય લીધો છે.

રીવ્યુ કમિટીએ વધુ ૩ મહિના સસ્પેન્શન લંબાવવા નિર્ણય કર્યો છે. પૈસાની લેતીદેતીથી માંડીને ખાતાકીય તપાસમાં કોઈ વિઘ્ન ઉભુ ન થાય તે માટે સસ્પેન્શન લંબાવવામાં આવ્યું છે.રાજ્ય સરકારની તપાસ સમિતિએ કરેલી ભલામણોની સમીક્ષા હાથ ધર્યા બાદ દહિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ સાથે મુખ્યમંત્રીએ લગભગ આ મુદ્દે એક કલાક સુધી ચર્ચા કર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો.

Previous articleસગીર પુત્રી પર એકથી વધુ વાર દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદ
Next articleરાજકીય રીતે હાંસિયામાં ધકેલાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિનો વિરોધ કરે છેઃ વસાવા