કચ્છ સરહદે પાક.ની ભેદી હિલચાલ : સર્તકતા વધારાઈ

1773
guj2032018-4.jpg

કાશ્મીર સરહદે સેનાની સતત સતર્કતાને કારણે આતંકવાદીઓને ઘુસાડવાની ચાલમાં પાકિસ્તાન સફળ થઈ રહ્યુ નથી ત્યારે તેણે કચ્છ સરહદ પર પોતાનો ડોળો સ્થિર કર્યો છે. કચ્છ સરહદેથી ઘુસણખોરીની સાથે સરહદને પેલે પાર ચીનની મદદથી લશ્કરી હિલચાલ વધારી દેતા ‘ભારતે પણ સતર્કતા વધારીદેવાની સાથે બી.એસ.એફ.નું પેટ્રોલીંગ સઘન બનાવી દીધું છે.  સમગ્ર કચ્છ સરહદે એલર્ટ અપાયુ હતુ. તે હજુ પણ યથાવત રાખવામાં આવ્યુ છે. તો તાજેતરમાં જ સિરક્રીક ખાતેથી જવાનોએ પાકિસ્તાન ઘુસણખોરોની બોટ ઝડપી પાડી હતી. પરંતુ ઘુસણખોરો પરિસ્થિતિનો લાભ લઈને ભાગી છુટવામાં સફળ થયા હતા.  પાકિસ્તાનના ઘુસણખોરો માછીમાર સ્વરૂપે ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 
કચ્છ  સરહદે આ અગાઉ પણ આ પ્રકારના બનાવો બન્યા હતા એ ભૂલવું ન જોઈએ. બી.એસ.એફ. તરફથી અનેક વખત ઘુસણખોરોને ઝડપી લેવામાં આવ્યા છે. હજુ ગયા અઠવાડિયે સિરક્રીક નજીક સેટેલાઈટ ફોનના સિગ્નલો ટ્રેસ થયા હતા જેથી ગુપ્તચર એજન્સીઓ ચોંકી ઉઠી હતી. અને તપાસનો  ધમધમાટ શરૂ કર્યો હતો. 
કચ્છ સરહદે જે પ્રકારે પાકિસ્તાની સેૈન્ય  મુવમેન્ટ કરી રહ્યુ છે અને તૈયારીઓ કરી રરહ્યુ છે તેને ગુપ્તચર તંત્ર નજરઅંદાજ કરી શકે તેમ નથી. ગુપ્તચર તંત્રને જ ે માહિતી મળી રહી છે તે ચોંકાવનારી હોવાથી કચ્છ સરહદે એલર્ટના આદેશ આપી દેવાામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહેલ છે. પોતાની સરહદમાં ભારતની કચ્છ સરહદને અડીનેપાકિસ્તાને ચીનની મદદથી એક મોટું બંદર બનાવવાની શરૂઆત કરી દીધી છે. સામે પાર ચીનની ગતિવિધિ વધી છે. ચીનપાકિસ્તાનની સંયુક્ત ગતિવિધિથી સેના સતર્ક થઈ ગઈ છે. પાકિસ્તાને તેના વિસ્તારમાં કચ્છ સરહદની નજીક ૩૦ ફૂટ ઉંચો ટાવર બનાવ્યો છે આ ટાવરની મદદથી પાકિસ્તાની લશ્કર ભારતની તમામ લશ્કરી- સરહદી હિલચાલ ઉપર નજર રાખી રહ્યુ છે. બીજી તરફ ખાસ હેલિપેડ બનાવવાની શરૂઆત કરી દીધી છે.  આમ, તો હેલિપેડ તૈયાર થઈ ગયુ છે. જેનો ઉપયોગ પાકિસ્તાન લશ્કર કરી રહ્યુ છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીર સરહદે ભારતીય સેનાએ ધોંસ વધારી દીધી છે. અને આતંકવાદીઓનો સફાયો બોલાવવાની શરૂઆત કરી દીધી છે. ઓપરેશન ઓલ આઉટ અંતર્ગત અનેક નાનામોટા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ તા પાકિસ્તાન ફફડી ઉઠ્યુ છે. તેથી તેણે પોતાની ચાલી બદલીને કચ્છ સરહદે પોતાની નજર કેન્દ્રીત કરી છે. જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનની સેનાને ચીનની સેના મદદ કરી રહી છે ત્યારે હવે કચ્છ સરહદે પણ ચીનની સેના પાકિસ્તાની સેનાની મદદે આવી રહી છે. એ ભૂલવું ન જોઈએ કે ચીન હાલમાં ભારતને ચારેબાજુથી ઘેરવાના પ્રયાસમાં છે. તેથી તેણે પાકિસ્તાન સાથે પોતાના સંબંધો મજબુત બનાવવાની શરૂઆત કરી દીધી છે. કચ્છમાં પાકિસ્તાન- ચીનની મદદથી જે પ્રકારે તૈયારી કરી રહ્યુ છે તેના પર ગૃહમંત્રાલય સતત તેની નજર રાખી રહ્યુ છે. બાકી ભારતીય સેના તો રાઉન્ડ ધ ક્લોક એલર્ટ જ રહેતી હોય છે. તેમ છતાં કચ્છની જમીની સરહદે બીએસએફની ગશ્ત વધારી દેવામાં આવી છે.

Previous articleવાપીમાં નોટીફાઈડ હસ્તકની મિલકતવેરા પેટે રૂપિયા એક અબજનું ઉઘરાણું બાકી
Next articleબેઠક વ્યવસ્થાને લઇ વકીલોના હોબાળા બાદ લાઠીચાર્જ થયો