ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઈસમ ઝડપાયો

429

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તારમાં અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, એક ઇસમ ચોરી કરેલ હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ લઇને કેસરી કલરનુ ટીશર્ટ તથા પારેવા કલરનુ પેન્ટ પહેરીને મહુવા બાયપાસ રોડ, કૈલાસ ટ્રાન્સપોર્ટ પાસે ઉભેલ છે. જે હકીકત આધારે પંચો સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા હકીકત વાળા વર્ણનના કપડા પહેરીને એક ઇસમ એક ઇસમ હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે જોવામાં આવતા મજકુર ઇસમ પાસે જઇ તેનુ પંચોની હાજરીમાં નામ ઠામ પુછતા મહેશભાઇ ઉર્ફે મનિષ મગનભાઇ વાજા ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે.જનતા પ્લોટ, માસુમભાઇની વાડી, હિંમતભાઇ બાંભણીયાના મકાનમાં, મહુવા જી.ભાવનગર મુળ ગામ ભેરાઇ, તા.રાજુલા, જી.અમરેલી વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પોતાની પાસેની હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેની હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે મોટર સાયકલ જોતા એક હિરો હોન્ડા કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ જેની આગળની  નંબર પ્લેટ તુટેલ છે તથા પાછળની નંબર પ્લેટમાં આર.ટી.ઓ. રજી.નં. GJ-04-CK-4112 ના જોવામાં આવે છે. જેના ચેસીસ નંબર જોતા –MBLHA10EJ9HK20867 તથા એન્જીન નંબર-HA10EA9HK67895 ના છે. જેની કિ.રૂ.૨૫૦૦૦/- ગણી પંચનામાની વિગતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકરુ ઇસમને પંચનામુ પુરૂ થયે સી.આર.પી.સી. કલાક ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે.

મજકુર ઇસમ પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ બાબતે વિગતે પુછપરછ કરતા આજથી આશરે બે- અઢિ મહિના પહેલા મહુવાના હારૂનભાઇ હાજીભાઇ સમા રહે.ઇન્દીરાનગર, રેલ્વેસીંગલ,મસ્જીદ વાળા ખાચામાં મહુવાવાળા હસ્તક ભરતભાઇ નામના માણસ જેઓ સુરત રહે છે અને તેના મો.નં.૮૨૩૮૮૮૭૧૩૬/૬૩૫૬૧૬૦૦૧૦ છે. તેની પાસેથી આ સ્પલેન્ડર સાયકલ રૂ.૨૭૫૦૦/- માં વેચાતી લેવાની નક્કી કરેલ અને પછી હું મારા શેઠની ટ્રક લઇને વાપી ગયેલ ત્યારે હું અંકલેશ્વર પહોચેલ ત્યારે આ ભરતભાઇ એક સ્પ્લેન્ડર સાયકલ મને દેવા માટે આવેલ અને મને આ સ્પ્લેન્ડર સાયકલ દેવા માટે આવેલ ત્યારે સ્પ્લેન્ડર સાયકલની આગળની અને પાછળની નંબર પ્લેટમાં આર.ટી.ઓ. રજી. નંબર GJ-04-CK-4112 ના લગાવેલ હતા અને મે આ ભરતભાઇ પાસે ગાડીના કાગળો માંગેલ ત્યારે આ ભરતભાઇએ કહેલ કે ગાડીના કાગળો બીજા પાસે છે હું ગાડીના કાગળો મંગાવીને તમને આપી જઇશ તેમ વાત કરેલ અને મે ભરતભાઇ પાસેથી સ્પ્લેન્ડર મોટર સાયકલ લીધેલ મારી ટ્રકમાં ચડાવીને મહુવા લાવેલ અને મે તેને રોકડા રૂ.૧૫૦૦૦/- આપેલ અને બાકીના રૂ.૧૨,૫૦૦/- આ ભરતભાઇ ગાડીના કાગળો આપે ત્યારે આપવાના નક્કી કરેલ અને મે આ ગાડી લીધેલ ત્યારે આ ભરતભાઇએ મને ગાડીના કાગળો બતાવેલ ન હતા અને મે આ ગાડીના કાગળો જોયેલ નથી અને આ ભરતભાઇએ સુરત મુકામે હીરા બાગ સામે આવેલ બેંક પાસેથી આ સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરીને લીધેલ હતી અને મને ખોટુ બોલીને ચોરીની મોટર સાયકલ વેચાતી આપી દીધેલ હતીનુ જણાવેલ છે. મજકુર આરોપીને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં ઇન્ચાર્જ એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.