ભુખરીયા હનુમાનજી મંદિરે વિનામુલ્યે નેત્રયજ્ઞ યોજાયો

834
guj2232018-5.jpg

દામનગર ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલયનો કેમ્પ  જિલ્લા અંધત્વ નિવારણ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ તા૨૧/૩ ને બુધવારના સવારના ૮-૦૦થી ૧-૦૦ કલાક સુધી યોજાયો હતો.
નાગરદાસ ધનજી સંધવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય ના નિષ્ણાત તબીબી સ્ટાફ દ્વારા સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રનિદાન નેત્રમણી આરોપણ આંખોને લગતા રોગ મોતિયા ઝામર વેલ પરવાળા ત્રાસી આંખ  આંખની કિકી પડદા સહિત આંખોની તપાસ સારવાર ઉપરાંત દૂર નજીકના નંબરોની તપાસ કરી આપવામાં આવેલ. અને રાહત દરે ચશ્મા બનાવી આપવામાં આવેલ. આ કેમ્પમાં દામનગર લાઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં દર્દી નારાયણોએ આ કેમ્પનો લાભ મેળવ્યો હતો કેમ્પના પ્રોજેકટ મેનેજર જયેશભાઇ પંડ્યા, નિલેશભાઈ ભીલ, મુકેશભાઈ અકબરી, મનોજભાઈ કાનાણી સુદર્શન નેત્રાલયના સ્ટાફ મેનેજમેન્ટ દ્વારા સુંદર સેવા આપવામાં આવી હતી. આ કેમ્પનું દીપ પ્રાગટય જીવનભાઈ હકાણી નટુભાઈ ભાતિયા કીર્તિભાઈ ભટ્ટ સહિતના વરદહસ્તે કરાયું. દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ સુદર્શન નેત્રાલય નો કેમ્પ દર માસ ના ત્રીજા બુધવારે નિયમિત આયોજન ના સહકાર બદલ લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તરફથી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટનું વિશિષ્ટ બહુમાન અને સન્માન પત્ર એનાયત કરાયું હતું.