ઢોર અતિક્રમણ ધારાના ગુન્હામાં ફરાર શખ્સ બોરસદથી ઝડપાયો

713
bvn2232018-6.jpg

શહેરના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ઢોર અતીક્રમણ ધારાના ગુન્હામાં ફરાર બોરસદ તા.નાપા ગામેથી એસ.ઓ.જી ટીમે ઝડપી લીધો હતો.
ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ઞોહિલ  લગ્ધીરસિંહ ઝાલા ને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ઢોર અતિક્રમણ ધારા કલમ૫,૬,૮,૧૦ તથા પ્રાણી ક્રુરતા અધિનીયમ કલમ ૧૧(૧) ડ્ઢઈૐદ્ભ વિ. મુજબના ગુન્હાના કામના નાસ્તા ફરતા આરોપી સલીમભાઇ યાકુબભાઇ વોરા ઉ.વ.૫૫ રહે ગામ નાપા તા. બોરસદ જીલ્લો આણંદ  વાળાને તેના ઘરેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

Previous articleબોરતળાવ પો.સ્ટે.ના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર શખ્સ જબ્બે
Next articleરાજુલાના ભેરાઈ ગામે ટ્રેકટર પલ્ટી જતા એકનું મોત નિપજ્યુ