ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૨મી તેમજ ઠક્કરબાપાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલી અપાશે

974

ગણેશ વાસુદેવ માવળંકરની આગામી તા. ૨૭ નવેમ્બર-૨૦૧૯ બુધવારના રોજ ૧૩૨મી જ્યારે પૂજ્ય ઠક્કરબાપાની તા. ૨૯ નવેમ્બર-૨૦૧૯ શુક્રવારના રોજ ૧૫૧મી જન્મજયંતી નિમિતે સવારે ૧૧-૦૦ કલાકે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવાનું વિધાનસભા અધ્યક્ષશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

       આ કાર્યક્રમમાં ગણેશ વાસુદેવ માવળંકર તેમજ પૂજ્ય ઠક્કરબાપાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરવા જાહેર જનતાને ઉપસ્થિત રહેવા વિધાનસભા સચિવ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.