વન કી બાત સમગ્ર ગુજરાત ના SEZ સંકુલ મા 15000 થી વધુ વૃક્ષો નુ વાવેતર

1873

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘મન કી બાત’ના વિચારમાંથી પ્રેરણા લઇને ગુજરાતના એસઇઝેડ (SEZ)એ તેના પરિસરોમાં વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ ‘વન કી બાત’નું આયોજન કર્યું. ગાંધીધામનાં KASEZ પરિસરમાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. આમિયા ચંદ્રાની ઉપસ્થિતિમાં આયોજિત એક કાર્યક્રમમાં ‘હરિત સેઝ, સ્વચ્છ સેઝ અને સમૃદ્ધ સેઝ’ના વિચાર સાથે ‘વન કી બાત’નો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમજ ‘હરિત સેઝ, સ્વચ્છ સેઝ અને સમૃદ્ધ સેઝ’ના શપથ લેવામાં આવ્યા હતા અને નક્કી કરવામાં આવ્યું હતું કે ખાસ જરૂરીયાત સિવાય SEZનાં સંકુલોની અંદર પરિવહન માટે કારને બદલે સાયકલનો ઉપયોગ કરવામાં આવશે.

22 નવેમ્બરના રોજ ગાંધીધામમાં આવેલ KASEZ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, ‘વન કી બાત’ના ભાગ રૂપે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા 12 જેટલા SEZ પરિસરોમાં આશરે 15000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. કેળા, ચીકુ, પપૈયા, કેરી વગેરે જેવા વિવિધ 52 પ્રકારના વૃક્ષોનું વાવેતર થશે, તેમજ આ વૃક્ષોનો ઉછેર જાપાનની ખાસ મિયાવાકી પદ્ધતિ (Miyawaki method)થી કરવામાં આવશે.