ડાયનેમિક ગૃપ તથા ઓક્સફર્ડ સ્કુલ દ્વારા ‘વિશ્વ જળ દિન’ની ઉજવણી કરવામાં આવી

970
bhav2332018-10.jpg

અમરેલીમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિ કરતી સંસ્થા ડાયનેમિક ગ્રુપ ઓફ ડાયનેમિક પર્સનાલીટી અમરેલી તથા ઓક્સફર્ડ સ્કુલ ઓફ સાયન્સ દ્વારા વિશ્વ જળ દિનની ઉજવણી કાર્યક્રમ પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી તથા આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેરની અધ્યક્ષતામાં તથા લાયન્સ ક્લબ ઓફ મેઈનના પ્રમુખ કાંતિભાઈ વધાસીયાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઓક્સફર્ડ સ્કુલના સ્વપ્નદ્રષ્ટા તથા પ્રિન્સીપાલ મયુરભાઈ ગજેરાએ સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન ડાયનેમિક ગ્રુપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીસીએ પાણીનું મહત્વ સમજાવીને ઉપયોગીતા અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું તથા અધ્યક્ષ જીતુભાઈ ડેરે શુભેચ્છા પાઠવી હતી. આ તકે કાર્યક્રમમાં ઉપસ્થિત ઓક્સફર્ડ સ્કુલના કેમ્પસ ડાયરેક્ટર પ્રહલાદભાઈ વાજાની તથા પટેલ સમાજના મંત્રી ભીખુભાઈ કાબરીયાએ વિદ્યાર્થીઓને વિશ્વ જળ દિનની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંકલન ઓક્સફર્ડ સ્કુલ ઓફ સાયન્સના શિક્ષકો તથા સંચાલન તથા આભારવિધિ સ્કુલના એકેડેમિક ડાયરેક્ટર નિલેશભાઈ ગજેરાએ કરી હતી.

Previous article તંત્રએ ખોદેલા ખાડામાં ગાય પડી
Next article  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દામનગર ખાતે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર યોજાયો