રાજુલા ખ્વાઝા ગરીબે નવાઝની છઠ્ઠીની ઉજવણી થઈ

661
guj2632018-1.jpg

રાજુલામાં આજરોજ સવારે ખ્વાઝા ગરીબે નવાઝની છઠ્ઠીની ઉજવણી રાજુલા ડોળીના પટ્ટ વિસ્તારના મુસ્લિમો દ્વારા શાન ઓર શોકતથી કરવામાં આવી. જેમાં મોટીસંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયેલ હતા અને ઝુલુસ કાઢીને જોશ અને જલ્સાથી શાનદાર ઉજવણી કરવામાં આવી તે નિમિત્તે સૈયદ શબ્બીરબાપુ (કાતરવાળા) તેમજ રસુલભાઈ કુરેશી, મુબારકભાઈ ઝાંખરા, ફિરોઝભાઈ જુણેજા અને હુસૈની કમિટી ડોળીના પટ્ટના સભ્યો દ્વારા ઝુલુસ કાઢવામાં આવેલ હતું. જેમાં વિવિધ વિસ્તારો ફરેલ તેમાં લોકો દ્વારા શાનદાર સ્વાગત કરીને વિવિધ વિસ્તારના લોકો પણ આ ઝુલુસમાં જોડાયેલ હતા અને આ રીતે દર વર્ષે ખ્વાઝાની છઠ્ઠીની ઉજવણી કરવામાં આવે છે.

Previous article નંદકુંવરબા મહિલા કોલેજની બી.કોમ.ની વિદ્યાર્થીનીઓ બાલાજી વેફર્સ-રાજકોટની મુલાકાતે
Next article સિહોરમાં પોલીસનું અસ્તીત્વ જોવા મળ્યું