ભડીયાદ ઉર્ષ (મેળા)માં આરોગ્ય વિભાગ દ્વારા સેવાઓ અપાઈ

1375
guj2932018-5.jpg

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભડીયાદ ખાતે પીર મહેમુદશાહ બુખારી દાદાની દરગાહ પર ઉર્ષ (મેળો)ભરાયેલ આ મેળામાં દુર દુરથી લાખો યાત્રાળુ દાદાના દર્શન માટે પગપાળા આવતા હોય છે. દર્શનમાં આવતા લોકો માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ જીલ્લા રોગચાળા અધિકારી ડો. ચિંતન દેસાઈના માર્ગદર્શન મુજબ તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ ભડીયાદ મેડીકલ ઓફીસર ડો. રાકેશ ભાવસાર અને આયુષ મેડીકલ ઓફીસર ડો. સિરાજ દેસાઈ તથા સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્ય સેવાઓ રાઉન્ડ ધ કલોક મળી રહે તેવું આયોજન કરાયેલ ડો.દિનેશ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે મેળામાં પગપાળા યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે આરોગ્યના કેમ્પ ધંધુકા સર મુબારક દરગાહ, ફેદરા બસ સ્ટેન્ડ, ગાફ, પીપળી, ધોલેરા, ખાતે સતત ચાલુ રાખવામાં આવેલ વધુમાં ઈમરજન્સી તથા બધી સારવાર મળી રહે તે માટે ભડીયાદ પ્રા.આ.કેન્દ્ર ખાતે ડોકટર, પેરામેડીકલ સ્ટાફ રાઉન્ડ ધ કલોક સેવા મળી રહે તેવુ આયોજન પણ કરવામાં આવેલ ૧૦૮ સેવા તેમજ એમ્બ્યુલન્સ સેવા પણ સતત ઉર્ષ (મેળા)માં ૨૪ કલાર્ક કાર્યરત રહેલ. ભડીયાદ આયુષ મેડીકલ ઓફિસર ડો.સિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે લોકોને મેળામાં શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે તે હેતુસર પાણીના સ્ત્રોત તેમજ પાણીના ટેન્કરો સંપનું આરોગ્યની વિવિધ ટીમ બનાવી ભડીયાદ કાતે સેનીટેશન અને કલોરીનેશનની ચકસણી અને મોનીટરીંગ કરવામાં આવેલ.

Previous articleભડિયાદમાં વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે ઉર્ષ ઉજવાયો
Next articleપીવાના પાણી માટે પીપરડી-ર પ્રા. શાળાના રરર જેટલા બાળકો વલખા મારી રહ્યા છે