ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનની સાથે સાથે

730
gandhi2182017-1.jpg

વિધાનસભાની ઉત્તરની બેઠક માટેનું વિજય ટંકાર યુવા સંમેલન આજરોજ સીવીલ ખાતેના હોલમાં યોજવામાં આવ્યું હતું. જો કે સમય ૪.૦૦ વાગ્યાનો હોવા છતાં ૬.૦૦ વાગ્યા સુધી મહેમાનોનું આગમન થઈ શક્યું ન હતુ. જો કે પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, ધારાસભ્ય અશોકભાઈ પટેલ તેમજ પ્રમુખ મહેન્દ્રદાસ સહિતના આગેવાનો મહેમાનોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ મહિલાઓની પાંખી હાજરી તેમજ  ભાજપના ખેશ ગમે ત્યાં ઢગલો થયેલા જોવા મળતા હતાં જેનુ બાળકો માટે કુતુહલવસ રમતનું સાધન બની ગયું હતું. હમણાં જ મનપા દ્વારા વડાપ્રધાનના આગમન વખતે પકડેલી ૧૦૦ થી વધારે ગાયોને બળજબરીથી ટોળા દ્વારા છોડાવી જવાની ઘટના બાદ સંમેલનના મેયરની ગાડી સામે ગાયો ચરતી જોવા મળી હતી.