શિવાજીસર્કલ પાસેથી ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

1222
bvn2092017-10.jpg

શહેરના શિવાજીસર્કલ પાસેથી સ્કુટર પર ઈંગ્લીશ દારૂ લઈ પસાર થઈ રહેલા ભરતનગરના શખ્સને એલસીબી સ્ટાફે બાતમી રાહે વોચમાં રહી ઝડપી લીધો હતો. શખ્સની પુછપરછ કરતા આ ઈંગ્લીશ દારૂ સરદારનગર પાસે રહેતા મેઘરાજ કુચાલા પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,શિવાજી સર્કલ,શ્રીજી પાન પાસે આવતાં પરેશ ઉર્ફે લાલો ધનજીભાઇ નામનો ઇસમ પોતાની કાળા કલરનાં એકટીવા સ્કુટર રજી.નંબર-જીજે ૦૪ સીએચ ૩૫૮૯માં પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ પસાર થવાનો છે.તેવી મળી આવેલ બાતમી આધારે વોચમાં રહેતાં સ્કુટરના આગળનાં ભાગે પ્લાસ્ટીક કંતાનની થેલીમાં સીલપેક બોટલ નંગ-૧૨ સાથે પરેશ ઉર્ફે લાલો ધનજીભાઇ શિયાળ ઉ.વ.૩૦ રહે.પ્લોટ નં.૧૦૦, ગોકુળનગર, ભરતનગર, મળી આવેલ.તેની પાસેથી ઇંગ્લીશ દારૂ કિ.રૂ. ૩,૬૦૦/-, સ્કુટર કિ.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૩૫,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. ઇંગ્લીશ દારૂની બોટલો કયાંથી-કોની પાસેથી લાવેલ ? તે બાબતે પુછપરછ કરતાં મેઘરાજ કુંચાલા/ગઢવી રહે.સરદારનગર,લંબે હનુમાન પાછળ, ભાવનગરવાળા બે દિવસ પહેલાં આપી ગયેલ હોવાનું જણાવેલ.જેથી ધોરણસર અટક કરી તેઓ બંને વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

સથરા-પીપરલા રોડ ઉપરની વાડીમાંથી દારૂના ચપટા ઝડપાયા
ભાવનગર, તા.૧૯
અલંગ પો.સ્ટે.ના ઇ/ચા. પોલીસ ઇન્સ. એસ.એન.ચુડાસમા, હેઙ.કોન્સ. ડી.બી.ટીલાવત, પો.કોન્સ. રાજેન્દ્રસિહ ગોહીલ, પો.કોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા પો.કોન્સ. રૂષિરાજસિહ ગોહીલ રીતેના પો.સ્ટે. વિસ્તારમા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા દરમ્યાનમાં બાતમી રાહે હકિકત મળેલ કે, સથરા થી પીપરલા જવાના રોડ ઉપર આવેલ  માધાભાઈ નારણભાઈ જાની રહે.તળાજા વાળાના પડતર વંડામા ગોપાલભાઈ સુખાભાઈ બારૈયા વાળાએ પોતાની કબજામાં ગે.કા. ઇગ્લીશ દારૂ રાખી વેંચાણ અર્થે રાખેલ છે. જે હકિકત આધારે સ્ટાફના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતાં પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ (ચપટા) નંગ-૩૬ કિ.રૂ.૩૬૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય તેમજ ઇસમ રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.