કુડાના દરિયામાંથી યુવાનની લાશ મળી

735
bvn2092017-4.jpg

શહેર નજીકના કુડા ગામે દરિયા કિનારે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ ભાવનગર મરીન પોલીસને ત્યાં થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા યુવાન ભાવનગરના સંસ્કાર મંડળ વિસ્તારનો હોવાનું ખુલવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, શહેર નજીકના કુડાના દરિયા કિનારે સાંજના સુમારે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાનું મરીન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે જઈ તપાસ કરતા ભાવનગરના સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલ નવનીત ટેનામેન્ટમાં રહેતા કેતન બળવંતરાય વોરા હોવાનું અને સાથે એકટીવા સ્કુટર સાથે હોવાનું ખુલવા પામ્યું હતું. મરીન પોલીસે લાશનો કબ્જો લઈ જરૂરી કેસ કાગળો કરી પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Previous articleટ્રાફીક અવરનેસ પ્રોગ્રામ યોજાયો
Next articleશિવાજીસર્કલ પાસેથી ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ સાથે એક શખ્સ ઝડપાયો