બરવાળાના કાપડીયાળી ગામે જુગાર રમતા છ ઝડપાયા

2055
guj3032018-2.jpg

બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે જે.વી. રાણા (પી.આઈ.), વિજયસિંહ ચુડાસમા, હરપાલસિંહ ચુડાસમા, ધવલભાઈ કેવડીયા, ભુરાભાઈ ચાવડા સહિતના સ્ટાફ દ્વારા દરોડો પાડતા છ જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલતું હોવાની મળેલ બાતમીના આધારે દરોડો પાડતા ભુપત કવાભાઈ મેર, મનસુખ ધોડકીયા, રાણા બચુભાઈ ચૌહાણ, ઘનશ્યામ દેવાભાઈ ઝાંજરૂકીયા, કાળુ સામતભાઈ મેર તથા બટુક વીરસંગભાઈ કોલાદરા તમામ રહે.કાપડીયાળી, તા.બરવાળાને રૂા.૮૩૬૦ રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
આ બનાવ અંગે બરવાળા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ભુરાભાઈ ચાવડા (હે.કો.) ચલાવી રહ્યાં છે.

Previous articleપવિત્ર તિર્થનગરી પાલીતાણામાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી
Next article અમિત ચાવડા અંગત મિત્ર, નારાજગીની ચર્ચા અફવા : અલ્પેશ ઠાકોર