હઝરત સીદીમામુપીરનો ઉર્ષ ઉજવાયો, સીદી કી ધમાલે ભારે આકર્ષણ જમાવ્યું

916
bvn3132018-6.jpg

ભાવનગર શહેરના માળીના ટેકરા વિસ્તારમાં આવેલ હઝરત રોશન ઝમીર સીદીમામુપીરદાદાનો ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો. આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં કુર્આનખ્વાની, સંદલ શરીફ, ન્યાઝ શરીફ, સલાતોસલામ, સામુહિક દુઆ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.
આ ઉપરાંત ઉર્ષ પ્રસંગે સીદી કી ધમાલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુસ્લિમ સીદી જમાતના ભાઈઓ-બહેનોએ ‘સીદી કા બચ્ચા શેર બરાબર’ અને ‘ગોર ગોર બાવાગોર’ સહિતના ઈસ્લામીનારા લગાવી નાળીયેરની હવામાં ઉછાળી માથાવડે ફોડી આકર્ષક સીદી કી ધમાલ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માળી ટેકરા મોહલ્લા જમાતના આગેવાનો સાલમભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, મુસ્લિમ સીદી જમાતના પ્રમુખ મનસુખભાઈ મીયાવા, આસીફભાઈ મીયાવા, યુસુફભાઈ અલમુબરીક, મયુદ્દીનભાઈ પઠાણ, મુનાફ આરબ, કરીમ શેખ, ઈકબાલ શેખ, શોકતખાન પઠાણ, રમીઝ આરબ, અબ્દુલ્લા આરબ, જાકીર મોલવી તથા ઈમરાન મકવા, હાજી ઈસ્માઈલ મકવા સહિતના આગેવાનો-કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleદામનગર શહેરમાં ગૌવંશની દયનિય હાલત
Next articleસ્કાઉટ-ગાઈડના જવાનોને સન્માનિત કરાયા