ગીર ગઢડા પંથકમાં ગઈ કાલે નાં અનરાધાર છ ઇંચ વરસાદ થતાં ધરતીપુત્રો ને ભારે નુક્સાન

563

ગીર ગઢડા પંથકમાં ગઈ કાલે નાં અનરાધાર છ ઇંચ વરસાદ થતાં ધરતીપુત્રો ને ભારે નુક્સાન થયું આજે સવારથી ગીર ગઢડા તાલુકાના આ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો.

મધ્ય ગીર જંગલ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ… આ વિસ્તારના ખેડૂતો પર પહેલાં કોરોના વાયરસ ને કારણે લોકડાઉન થી ધેરાયેલાં ધરતીપુત્રો એક પછી એક સંકટ આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે થોડા સમય પહેલા તિડ થી નુક્સાન થયું પછી વાવાઝોડા ની અસરથી ભારે પવન ફૂંકાતા નુકસાન થયું અને હવે ભારે વરસાદ વરસતા ભારે કુદરતી નુક્સાની સહન કરવાનો વારો આવ્યો ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેથી ખેડૂતો ને ભારે નુક્સાની નો સામનો કરવો પડ્યો છે ખેડૂતો નાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં ઉભેલા પાકો તરબોળ થઈ ગયા હતા તૈયાર પાક બાજરી ભારે વરસાદ થવાથી ઢળી પડી તો ઢોર માટે રાખેલ ધાસચારો પણ પલળી ગયો અમુક ખેતરમાં મગફળી નાં પાથરા પલળી ગયા તો બીજી તરફ અતિ ભારે વરસાદ વરસતા ખેડૂતો ની જમીનનું ધોવાણ પણ થયું હતું.સાથે રસ્તાઓ નું ધોવાણ થયું.નાળા પર ખાડા પડી ગયા. તો બીજી તરફ ધણાં બધા વાડી વિસ્તારમાં ચાર દિવસથી વાડી વિસ્તારની એજી ફિડરો ની વિજળી ગુલ થઇ છે. જેથી વાડી વિસ્તારમાં રહેતા લોકોને રાત્રી ના સમયે અંધકારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર દિવસથી વિજળી ગુલ થવાથી માલઢોર માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે.બિજી તરફ આ વિસ્તારમાં વાવણી લાયક શ્રી કાર વરસાદ થતાં ખેડૂતોના ચેહરા પર ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને કપાસ મગફળી ની વાવણી માટે તૈયારીઓ શરૂ કરી છે. જોકે હજુ પણ હવામાન વિભાગે વધુ વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે.

રિપોર્ટ
હમીરસિંહ દરબાર
ગીર ગઢડા

Previous articleસ્વા. ગુરુકુલ દામનગરની રમત-ગમતનાં મેદાનની દિવાલ અને વૃક્ષ વરસાદને ધરાશાયી.કોંઈ જાનહાની નહીં
Next articleઅનુભવના ઓટલે અંક: ૬૪ લોકડાઉન