રાજુલાના ભેરાઈના એક માત્ર રોડના નાળામાં ભારોભાર ભ્રષ્ટાચાર થોડા વરસાદે પોલ સતી કરી સરપંચ બાઉભાઈ રામ દ્વારા કડક ભાષામાં માર્ગ-મકાન વિભાગને દોડતા કરી તાબડતોબડ સમારકામ કરી રોડ શરૂ કરાવ્યો. હાઈવેના પુલમાં ૮-૮ વખત ગાબડાથી નેશનલ હાઈવે પર તમામ વાહન ચાલકોને મોતનો સામનો કરવો પડે છે.
રાજુલાના ભેરાઈ સરપંચ બાઉભાઈ રામ દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ફોન દ્વારા ભેરાઈના એક માત્ર રોડના પુલમાં ભયંકર ગાબડુ પડતા વાહન ચાલકો ભયભીત થયા અને માર્ગ-મકાન વિભાગના ભ્રષ્ટાચારની પોલ થોડા વરસાદે છતી કરી એક ફોન કરતા તાબડતોબ ભેરાઈ રોડના પુલનું સમારકામ શરૂ કરી રોડ શરૂ કરાયો પણ નેશનલ હાઈવે હીંડોરડાના પુલમાં જે ગાબડુ પડ્યું તેને કોઈ સમારકામ કરી શકે તેમ નથી કારણ આ પુલમાં ૮-૮- વખત ગાબડા પડ્યા છે. સમારકામ ગમે તેવું થાય તોય ગાબડા પડે છે અને નવો બનતા ફોરટ્રેક રોડનું જ આ નાળુ આવે છે તો ફોરટ્રેક રોડનું કામ સદંતર બંધ કરી તમામ શક્તિ આ પુલમાં લગાડી તાબડતોબ પહેલા આ પુલ નવો બનાવે તો જ ભયંકર જાનહાનીથી બચી શકાય નહીં તો જોયા જેવી થશે અને ભેરાઈ સરપંચ માથે ઉભા રહી નાળાનું સમારકામ હાલ પુરતું કરાવી રોડ શરૂ કરાયો છે પણ નાળું નવેસરથી જ બનાવવું પડશે અને આ નાળા ઉપરથી પીપાવાવ પોર્ટ, પીએસએલ, રીલાયન્સ અને મહાકાય કંપનીના મહાકાય વજનવાળા વાહનો ચાલવાથી આ નાળુ ડેમેજ થઈ ગયું છે. નવું નહીં બનાવે તો રોડ ચક્કાજામ કરીશું તેમ ભેરાઈ સરપંચ બાઉભાઈ રામે જણાવેલ.