પાલિતાણા રાણપરડા ગામે યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને આજીવન કેદ સજા

969
bvn142018-7.jpg

ત્રણેક વર્ષ પુર્વે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાણપરડા ગામના ક્ષત્રિય આધેડની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ સામે આજરોજ ભાવનગરની ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ કુમારી કે.આર.પ્રજાપતિની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, ધ્યાને લઈ બન્ને આરોપીઓ સામેનો હત્યાનો ગુનો સાબીત માની આજીવન કેદની સજા અને દરેકને પાંચ  પાંચ હજારનો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ર૯-૬-ર૦૧પના રોજ સાંજના સુમારે પાલિતાણા તાલુકાના નનીયા ગામથી રાણપરડા ગામે દાડીયા કરવા ગયેલા અને સાંજના સુમારે મહિપતસિંહ બચુભા ગોહિલ તથા તેમના કુટુંબીંક ભાઈ સખુદેવસિંહ રાણપરડા ગામે નવા પ્લોટ વિસ્તારમાં આવ્યા ત્યારે આરોપી ભટ્ટી પ્રવિણભાઈ સામંતભાઈ રાવળ, રહે. રાણપરડા  તથા તેનો સગોભાઈ  ભરત સામંત રાવળનેત ેમના ઘર પાસે રોડ ઉપર ઉભા હતા તેમને મહિપતસિંહ જણાવેલ કે રાણપરડા ગામેથી કોળી ભનુભાઈની દિકરીને તમો આરોપીઓના કુટુંબીભાઈ બળદેવ નરસી લઈને જતો રહેલ છે. તમો તેની શોધખોળ કેમ કરતા નથી તેમ કહીને સમજાવતા હતા તે વેળાએ ઉકત બન્ને આરોપીઓ પ્રવિણ અને ભરત ઉશ્કેરાઈ ગયેલ અને ભરત રાવળે તેની કેડમાંથી છરી કાઢી તેમજ સમયે ભારત સામંતે મહિપતસિંહને પકડીને પછાડી દીધેલ તયારે પ્રવિણ સામંતે મહીપતસિંહના પેટ અને પડખાના ભાગે છરીના પાંચ ઘા ઝીંકી દેતા પ્રવિણસિંહ ગોહિલનું મોત નિપજયું હતું. આ મારમારીનો બનાવ હત્યામાં પરિણામ્યો હતો આ વેળાએ તેમની સાથે રહેલ સુખદેવસિંહએ પણ બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઉકત આરોપીઓ નાસી ગયા હતાં. આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં મરણ જનારના ભાઈ નિર્મળસિંહ બચુભા ગોહિલ રહે. જાળીયા તા. પાલિતાણા વાળાએ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે આઈપીસીકલમ ૩૦ર, બીપીએકટ ૧૩પ મુજબનો ગુનો નોંધયો હતો. આ અંગેના કેસ આજરોજ ભાવનગરના ત્રીજા એડશ્નલ જજ કુમારી કે.આર. પ્રજાપતિની અદાલતમાં ચાલી જતાં અદાલતે જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ વી.બી.રાણા તથા ફરિયાદપક્ષના વિથ પ્રોસીકયુશન વકીલ ઈન્દ્રસિંહ એ. ઝાલાની દલીલો મૌખીક ર૧ સાહદો, તથા લેખતી ૩૪ પુરાવા તેમજ નામદાર હાઈકોર્ટ  અને સુપ્રિમકોર્ટના જુદા-જુદા મુદ્દાઓ ઉપરની ઓથોરીટીઓ રજુ કરેલ જે અત્રેની અદાલતે ધ્યાને લઈ ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ કુમારી કે.આર. પ્રજાપતિએ ઉપરોકત બન્ને આરોપીઓ ભટ્ટી પ્રવિણ સામંત રાવળ, અને ભટ્ટી ભરત સામંત રાવલ સામેનો ઈ.પી.કો. કલમ ૩૦ર મુજબનો તથા કલમ ૩૪ મુજબનો ગુનો સાબીત માની બન્ને આરોપીઓને કસુવાર ઠરાવી આજીવન કેદની સજા તથા રોકડ બન્ને આરોપીઓને પાંચ-પાંચ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી હતી.