એપ્રિલ માસમાં કરવેરો ભરો અને ૧૦ ટકા રીબેટ મેળવો

788
bvn142018-13.jpg

ભાવનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં આવતી તમામ મિલ્કતના મિલ્કત ધારકોને જણાવવાનું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દર વર્ષની જેમ જ એપ્રીલ માસથી રીબેટ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અન્વયે એપ્રિલ માસમાં વેરો ભરવામાં આવે તો ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઈ વેરાની રકમ ઉપર ૧૦% વળતર (રીબેટ)મળવાપાત્ર છે. જે અન્વયે તમામ મિલકત ધારકોને જણાવવાનું કે, વર્ષ ૨૦૧૮-૧૯ની ટેક્ષને લગતી વિવિધ કામગીરીઓ જેવી કે વાર્ષિક બીલીંગ પ્રોસેસ, રેઈટ રીવીઝનનાં સુધારા, વિવિધ ટેસ્ટીંગ કરવા તથા અન્ય આનુષાંગિક વ્યવસ્થા કરવા માટે તા.૧-૪-૨૦૧૮, રવિવારનાં રોજ બપોર પહેલા અડધો દિવસ ૨-૦૦ વાગ્યા સુધી કેશ બારીઓ તથા ઓનલાઈન પેમેન્ટ સુવિધા બંધ રહેશે અને તા.૧-૪-૨૦૧૮ રવિવારના બપોરે ૨-૦૦ વાગ્યાથી ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ પૂર્વ અને પશ્ચિમ બન્ને ઝોનલ ઓફિસો ખાતે પોતાનો વેરો ભરપાઈ કરી રીબેટનો લાભ લઈ શકશે. તેમજ મહાનગરપાલિકાની વેબસાઈટ ુુુ.હ્વદ્બષ્ઠખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ષ્ઠદ્બ તેમજ  મોબાઈલ એપ્લીકેશન (છહઙ્ઘર્િૈઙ્ઘ શ્ ૈં-ઁર્રહી) મારફત પણ તા.૧-૪-૨૦૧૮ રવિવારના બપોરે ૨-૦૦ વાગ્યાથી ઓન-લાઈન વેરો ભરી શકાશે ઉપરાંત તા.૧-૪-૧૮ રવિવારના બપોરે ૨-૦૦ સોમવારનાં રોજ બેન્કોમાં રજા હોવાથી આ બન્ને દિવસોમાં માત્ર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા પૂર્વ અને પશ્ચિમ બન્ને ઝોનલ ઓફિસો ખાતે જ વેરો ભરપાઈ થઈ શકાશે. જેની નોંધ શહેરનાં તમામ કરદાતાઓએ લેવી તા.૩-૪-૨૦૧૮, મંગળવારથી શહેરની નિયત થયેલી વિવિધ બેન્કોની કુલ ૧૯ શાખાઓ પર પણ વેરો ભરી શકાશે.
 તેમજ સમગ્ર એપ્રિલ માસ દરમિયાન તમામ જાહેર રજાઓમાં મહાનગરપાલિકાની કેશબારીઓ ખુલ્લી રહેશે. તો શહેરનાં કરદાતાઓને આ રીબેટ યોજનાનો મહત્તમ લાભ લેવા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.