બોરડા ગામ નજીક ટ્રક-બાઈક અને કારનો ધડાકાભેર અકસ્માત સર્જાયો

1954
bvn142018-2.jpg

તળાજાનાં બોરડા ગામ નજીક બપોરના સુમારે ટ્રક કાર અને બાઈકનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો બનાવમાં કાર અને બાઈકનો બુકડો બોલી ગયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
પ્રાપ્ત વિગત મુજબ તળાજા પાસેનાં બોરડા ગામ પાસે ટ્રક નં.જી.જે.૧.વી.વી. ૮૧૩૯ બાઈક નં.જી.જે.૦૪ બીજી.૨૪૧૨ અને એક નવી કારનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો બનાવમાં કાર ચાલક પ્રતીકભાઈ પટેલ રે. સુરત વાળાને તથા બાઈક ચાલક તથા તેની સાથે નાની બાળાને સામાન્ય ઈજાઓ થવા પામી હતી બનાવ બનતાં ગ્રામજનો એકઠા થયા હતા અને તાબડતોબ ઈજાગ્રસ્તોને તળાજાની નાઈસ હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી અકસ્માતની ઘટનાનાં પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કેસ કાગળો કરવાની તજવીજ હાથ ધરી હતી.

Previous articleસિહોરના પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હીચકારો હુમલો
Next articleએપ્રિલ માસમાં કરવેરો ભરો અને ૧૦ ટકા રીબેટ મેળવો