આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન

774
bvn1102017-9.jpg

ભાવનગર યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા ઈન્ટર કોલેજ વોલીબોલની સ્પર્ધામાં યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહીલા કોલેજ દેવરાજનગરની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને વોલીબોલની ફાઈનલ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. નંદકુંવરબા મહીલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતુ.
ભાવનગર યુનિવર્સિટીમાં વોલીબોલની સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિનયનશીપ પ્રાપ્ત કરવા બદલ કોલેજમાં મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયા અને ટીમે શુભેચ્છા આપેલ.