બેલા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

895
bhav2418-9.jpg

ગારિયાધાર પોલીસે બેલા ગામે સરાજાહેર હારજીતના જુગારની બાજી માંડીને બેઠેલા ૬ પત્તાપ્રેમીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગારિયાધાર પોલીસની ટીમ ગત મોડીરાત્રે પેટ્રોલીંગમાં હતી તે વેળા મળેલ ચોક્કસ બાતમી આધારે ગારિયાધારના બેલા ગામના પાદરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે તીનપત્તિની હારજીતનો જુગાર રમતા ૬ શખ્સો મળી આવેલ. જેમાં મેહુલ રવિ ગોહિલ, અનિલ બાઘુ કુકાવા, સુધીર દિનેશ ચૌહાણ, પિયુષ મનુ લાઠીયા, અશ્વિન નાથા કુકવા અને હરેશ અરવિંદ ચૌહાણને જુગારના પટમાં પડેલ રોકડા રૂા.૧૦,ર૮૦ તથા મોબાઈલ નંગ-૬, કિ.રૂા.૭,૦૦૦ મળી કુલ રૂા.૧૭,ર૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleજમીન સંપાદન મુદ્દે તંત્ર દ્વારા મંત્રણાની પહેલ
Next article મહિલા કોલેજ સર્કલ પાસે ટ્રક પલ્ટી ખાતા બાઈકનો બુકડો