પીરમબેટ ટ્રેકિંગમાં પસંદગી

1403
bvn4418-7.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની તાજેતરમાં એમ.કે.બી. યુનિવર્સિટીના શારીરિકના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત પીરમબેટ ટ્રેકીંગ માટે પસંદગી કરવામાં આવી હતી. આજનો વિદ્યાર્થી સાહસિક બને અને તેમાં નેતુલ્ય શક્તિ વિકસે અને કુદરતી સંસાધનો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી આ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીનીઓએ વન્ય સંસ્કૃતિ અને દરિયાઈ મુસાફરીનો આનંદ માણ્યો હતો. નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી ૧૦ વિદ્યાર્થીનીઓની આ ટ્રેકિંગ કેમ્પમાં પસંદગી કરવામાં આવી હતી.

Previous article રાજુલા તાલુકાના ગામોના સાંકડા પુલો, કોઝવે ઉંચા કરવા માંગણી
Next article મકાનનો કઠોડો તુટતા પટકાયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત