પંચાયત ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવાર પાળીયાદ વિસામણબાપુની જગ્યાના દર્શને

85

રાણપુર
તા.૨૮ ફેબ્રુઆરીના રોજ રાણપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણી યોજાઈ હતી. જેના ૨ માર્ચે પરીણામ આવ્યા હતા.
જેમાં રાણપુર તાલુકાની જીલ્લા પંચાયતની કુલ ૪ બેઠકના વિજેતા ઉમેદવાર કેશુભાઈ પંચાળા,મનિશભાઈ ખટાણા, ભગવતસિંહ દાયમાં, વિરમભાઈ મીઠાપરા તેમજ રાણપુર તાલુકા પંચાયતમાં ભાજપના ચુંટાયેલા ૧૬ ઉમેદવારો જેમાં સુરેન્દ્રસિંહ પરમાર, વિનોદભાઈ સોલંકી, મુકેશભાઈ કણજરીયા, સહદેવભાઈ ઘાઘરેટીયા, જયપાલસિંહ ચુડાસમા, ઈશ્વરભાઈ પંચાળા સહીત રાણપુર તાલુકા ભાજપના આગેવાન કીશોરભાઈ ધાધલ,નરેન્દ્રભાઈ દવે, વિરમભાઈ સીતાપરા, નરેશભાઈ જાંબુકીયા સહીત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.અને તમામે પાળીયાદ વિસામણબાપુની જગ્યાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.અને વિસામણબાપુની જગ્યા ના મહંત ૧૦૦૮ મહા મંડલેશ્વર પુજ્ય નિર્મળાબા તેમજ જગ્યાના વ્યવસ્થાપક ભયલુબાપુ એ રાણપુર તાલુકાના જીલ્લા પંચાયત અને રાણપુર તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારો સહીત આગેવાનોને ફુલહાર પહેરાવી તેમજ ભગવાન રામ ભગવાનની પ્રતિમાં આપી આશિર્વાદ આપ્યા હતા.