પ્રોહિબીશનના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

537
bvn1042018-9.jpg

બોરતળાવ પોલીસ મથકમાં બે વર્ષ પૂર્વ નોંધાયેલ પ્રોહિબીશનના ગુનામાં ફરાર રાજુલા ખાતે રહેતા શખ્સને લાંલટાકી પાસેથી આર.આર.સેલની ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. આઇ.જી.પી.એ રેન્જમાં ગુન્હાહિત પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સ્ટાફના માણસોને કરેલ સુચના અનુસંધાને ઇન્ચાર્જ ઁજીૈં બી.એસ.મકવાણા તેઓના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના પો.કો. ઉમેશભાઇ સોરઠીયાને બાતમીરાહે હકિકત મળેલ કે, બોરતળાવ પો.સ્ટે. પ્રોહિ.ના કામે નાસતો- ફરતો આરોપી જયરાજ બીસુભાઇ વાળા, જાતેઃ કાઠી દરબાર, રહે.રાજુલા, જી.અમરેલીવાળો ભાવનગર લાલટાંકી, સાંઇનાથ હોટેલ પાસે ઉભો છે તેવી હકિકત મળતાં તુર્તજ બાતમીવાળી જગ્યાએ આવતાં ઇસમને પો.કો. ઉમેશભાઇ સોરઠીયાએ જેમનો-તેમ પકડી લીધેલ અને ઇસમને આગળની કાર્યવાહિ અર્થે બોરતળાવ પો.સ્ટે.માં સોંપી આપેલ આ  કામગીરીમાં સેલના ઇન્ચાર્જ  ઁજીૈં બી.એસ.મકવાણા, હે.કો.જી. ડી.ચુડાસમા, પો.કો. ઉમેશભાઇ સોરઠીયા, પો.કો. અરવિંદભાઇ પરમાર તથા ડ્રા.પો.કો. ગોપીદાન ગઢવી રોકાયેલ હતાં.

Previous articleકોંગ્રેસ દ્વારા ધરણા કરાયા
Next articleટ્રક-કારનો અકસ્માત : શોભાવડનાં માતા-પીતા-પુત્ર સહિત ચારના મોત