સાવરકુંડલાના બાઢડા ગામે સંત શિરોમણી હરીરામ બાપુ ગોદડીયાના આશ્રમે મહંત બંસીદાસ બાપુ ગોદડીયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન આજે માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની હાજરી રૂક્ષ્મણી વિવાહ યોજાયો. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે સંત શિરોમણી હરીરામબાપુ ગોદડીયાના આશ્રમે ભીખારામ બાપુ ગોદડીયાના શીષ્ય હાલના મહંત બંસી દાસબાપુ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન જેમાં અનેક સંતો મહંતો તેમજ માજી ધારાસભ્ય સમસ્ત કાઠી ક્ષત્રીય સમાજ પ્રમુખ પ્રતાપભાઈ વરૂ ભોળાભાઈ નનકુભાઈ વરૂ પ્રેસ પ્રતિનીધી અમરૂભાઈ બારોટ સાથે બાબરીયાવાડના ગોદડીયા પ્રણાલીકા પ્રેમી અને મહંત બંસીદાસ બાપુના પ્રેમીજનોએ ખાસ હાજરી આપેલ તેમજ આજે શ્રીમદજ ભાગવત સપ્તાહના પ્રખર વકતા પુજ્ય દીદીજી દ્વારા રૂક્ષ્મણી વિવાહ આબેહુબ યોજાયો વિશેષ નોંધનીય બાબત લીલીયા તાબેના ગુંદરણ ખુમાણ રાજવી પરીવારના હેમદીપભાઈ અજીતભાઈ ખુમાણ તેમજ દ્રુપદભાઈ અજીતભાઈ ખુમાણની ખાસ ઉપસ્થિતી રહેલ.