સિહોર અને પંથકમાં છેલ્લા ઘણા સમય થી પોલીસ નામનુ અસ્તિત્વ ભૂંસાઈ ગયું હતું તમામ સ્તરે થી કાયદો અને વ્યવસ્થા બાબતે પોલીસ પર આંગળીઓ ચીંધાઈ રહી હતી પરંતુ સિહોર પોલીસ મથકનો ચાર્જ પીએસઆઇ સોલંકીએ સાંભળ્યો ત્યારથી પોલીસ નામની ધાક ફરી ગુનેગારોમાં બેસી રહી છે અગાઉ કોન્સ્ટેબલ પર હુમલો કરનારને સરાજાહેર ધબધબાવ્યા ત્યાંર પછી નડતર વિશ જેટલા લારી ચાલકોને લોકના સળિયા પાછળ ધકેલી દીધા એ સૌ જાણે છે અને ફરી એક વખત પોલીસ નામનું અસ્તિત્વ જીવંત કર્યું અને અસામાજિક તત્વોમાં ખોફ બેસાડ્યો ગઈકાલે ટાણા ગામે ખળભળાટ મચાવતી ઘટના સામે આવી હતી ટાણા ગામે રહેતો વિપુલ જયંતિભાઈ ચૌહાણ નામના શખ્શે સ્કૂલ માંથી રજા પડતા ઘરે જઈ રહેલી છ વર્ષની બાળાને એકાંતવાળી જગ્યામાં લઇ જઇ અડપલા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે પોલીસે કૃત્ય કરનાર વિપુલને જાહેરમાં ઉટબેસ કરાવી છે.
જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતુ સરઘસમાં સતત કાનની બુટ્ટી પકડીને ચલવાયો હતો અને મેડિકલ ચેકપ માટે હોસ્પિટલ પણ પગપાળા લઈ જવાયો હતો ત્યારે પોલીસ ફરી એક વખત અસ્તિત્વ આવીને ગુનેગારો સાથે આકરા પાણીએ બની છે ત્યારે પોલીસ અધિકારી સોલંકીની પણ કામગીરીની ચોમેર પ્રશંશા થઈ રહી છે.