સિહોરમાં મેમણ-ડે નિમિત્તે ફ્રુટ અને સરબતનું વિતરણ

765
bvn1242018-3.jpg

સમગ્ર વિશ્વ મા ૧૧ એપ્રિલ ને વિશ્ર્‌વભરના મુસ્લિમ મેમણ સમાજ મેમણ ડે ની ઉજવણી કરે છે જેમા ભાગરૂપે આજે સિહોરમા પણ સમસ્ત મુસ્લિમ મેમણ સમાજ દવારા અનોખી રીતે મેમણ ડે ઉજવણી કરી હતી જેમા સિહોર સરકારી હોસ્પિટલ ખાતે ફુટ વિતરણ કરાયુ સાથે સિહોરમા ચાલતી નામાંકિત  સંસ્થા મા ગરીબ નિરાધાર લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે રાજકોટ રોડ પર આવેલ મેમણ કોલોની નજીક રાજકોટ રોડ પર કાળઝાળ ગરમી મા પસાર થતા લોકોને ઠંડુ સરબત વિતરણ કરી માનવ સેવા કરીને અનોખી રીતે મેમણ ડે ની ઉજવણી કરવામા આવી છે આ મેમણ ડે ની ઉજવણી મા સિહોર મેમણ જમાત ના પ્રમુખ રફીકભાઇ તાલવાણી,  ઇદ્રીસભાઇ, રશીદભાઇ, હારૂનભાઇ જનતા, મેમણ સમાજ ના અગ્રણી ગફારભાઇ લોયા, ગફારભાઇ બરફવાળા, વાહિદભાઇ હુનાણી, અશરફભાઇ મેમણ ઓનેસ્ટ વાળા, મુન્નાભાઇ મુસાણી ઇકબાલભાઇ એમદાણી તથા મોટી સંખ્યા મા મેમણ સમાજ ના સભ્યો હાજર રહ્યા હતા જયારે સમગ્ર કાર્યક્રમમાં તાહિર ગનિયાણી સાજીદ હુનાણી અને ફિરોઝ હુનાણી સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous article દહીથરા પ્રા.શાળાના બાળકોને વિદાય
Next article બાળા સાથે અડપલા કરનાર શખ્સનું પોલીસે સિહોરમાં જાહેર સરઘસ કાઢ્યું