ડીસાના ભીલડી જેનાલ પાસે ઘટના ઘટી બનાસકાંઠામાં મોટી દુર્ઘટના ટળીઃ ટ્રેન પાટા પરથી ખડી પડી

441

(જી.એન.એસ.)બનાસકાંઠા,તા.૧૪
ગુજરાતના માથેથી આજે એક ઘાત ટળી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આજે એક મોટી ટ્રેન દુર્ઘટના થતા બચી ગઈ છે. બનાસકાંઠામાં ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. ટ્રેનનું એન્જિન અને બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ડીસાના ઝેનાલ પાસે આ બનાવ બન્યો હતો. સમગ્ર ઘટનાની જાણ રેલવે વિભાગને કરાતા ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. ડીસાના ઝેનાલ નજીક લોકલ ટ્રેનના એન્જિન સહિત બે ડબ્બા પાટા પરથી ઉતરતા અફરાતફરીના માહોલ સર્જાયો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે આ ઘટના ઘટી હતી. આ ટ્રેન પાલનપુરથી વાયા ભીલડી થઇ જોધપુર જતી હોવાની માહિતી મળી છે. સદનસીબે મોટી જાનહાની ટળી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાં જિલ્લાના ડીસાના ભીલડી જેનાલ પાસે આજે એક ટ્રેન દુર્ઘટના સદ્દનસીબે થતાં બચી હતી. ડીસાના ભીલડી જેનાલ પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે જોધપુર ડિવિઝનની પેસેન્જર ટ્રેનનું એન્જિન અને ડબ્બો વહેલી સવારે પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ઘટના અંગેની જાણ થતા રેલવે અધિકારીઓ અને આરપીએફની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

Previous articleરાજ્યના આઠ જિલ્લાઓમાં એનડીઆરએફ ટીમ તૈનાત કરાઈ
Next articleઆરટીઇઃ ૨૫,૦૦૦થી વધુ ફોર્મ રિજેક્ટ, આજે પ્રથમ રાઉન્ડ જાહેર થશે