બંધારણ થકી બાબા સાહેબે સમગ્ર દેશને એકતા બક્ષી છે : સૌરભ પટેલ

726
bvn15418-1.jpg

છેવાડાના ગામડામાં વસતા લોકોના ઉત્કર્ષ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીથી શરૂ કરવામાં આવેલા ગ્રામ સ્વરાજ અભિયાનનો અહીં શિહોર તાલુકાના વળાવડ ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક પખવાડિયાના આ અભિયાનના માધ્યમથી ગ્રામજનોએ સરકારની પ્રજાકલ્યાણલક્ષી વિવિધ યોજનાથી લાભાન્વિત કરવામાં આવશે. વળાવડ ખાતે ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે મહામાનવ ડો. આંબેડકરને પુષ્પાંજલી આપી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.  આ તકે ભારતરત્ન ડો. આંબેડકરને સ્મરણાંજલી આપતા ઊર્જા મંત્રી પટેલે જણાવ્યું કે તેમણે ભારતનું બંધારણ ઘડીને સમગ્ર દેશને એક સૂત્રતા, એક તાંતણે બાંધ્યો છે. પોતાની અદ્દભુત જ્ઞાન શક્તિથી તે વખતે બંધારણ ઘડવાનું કપરૂ કાર્ય સુપેરે પાર પાડ્યું હતું. 
રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી અને તેનો લાભ લોકોને મળી રહે એ પણ આવશ્યક છે. એટલા માટે સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વળાવડ ગામમાં તમામ યોજનાઓનું સો ટકા અમલીકરણ થશે અને આદર્શ ગામ બનશે. જ્યાં એકતા અને સામાજિક સમરતા હોય એ આદર્શ ગામ હોય છે. ડો. બાબા સાહેબે દેશ માટે કરેલા કાર્યોને યાદ કરી સાંસદ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું કે રાજ્યમાં ૯૬ ગામો સાથે વળાવડની પસંદગી થઇ એ સ્થાનિક ગ્રામજનો માટે આનંદની વાત છે. ગામમાં જે જે લોકો પાત્રતા ધરાવતા હોવા છતાં સરકારીની યોજનાના લાભ નથી મળ્યા તેને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવશે. સાંસદ ભારતીબેન શિયાળે એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે આગમી તા. ૧૬થી કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ અમદાવાદ, ભાવનગર, સુરતની કનેક્ટિંગ વિમાન સેવાનો પ્રારંભ થશે. એક ઓડિશાનું ૧૯ સીટર વિમાન પ્રતિદિન સવારે પોણા આઠ વાગ્યે અમદાવાદથી ભાવનગર આવશે અને અહીંથી ભાવનગર જશે. એ જ રીતે સુરતથી ભાવનગર પરત  આવી અમદાવાદ જશે. લોકોને સસ્તી વીમાન સેવાનો લાભ મળશે. આ ઉપરાંત, ઇન્ડિયન એરલાઇન્સની મુંબઇ સેવા સવારના સમયે કરવા રજૂઆત કરવામાં આવી છે.  આ વેળાએ કલેકટર એમ. એ. ગાંધી, ડી.ડી.ઓ બ્રનવાલ સિહોર નગરપાલિકાના પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા, જિલ્લા આયોજન અધિકારી જે. બી. વાધમસિંહ, પ્રાંત અધિકારી સિહોર, મામલતદાર સિહોર અધિકારી/પદાધિકારીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Previous article જાફરાબાદના વઢેરા ગામે ડો. આંબેડકર જયંતિ નિમિત્તે બાળતુલા કાર્યક્રમ યોજાયો
Next article રાજુલાના બાબરીયધાર ગામે આંબેકડર જયતિની ઉજવણી