પોપ્યુલેશન બેઝૂડ સ્ક્રીનીંગ માટે એન.સી.ડી. સોફટવેર લોન્ચ કરાયું

756
gandhi1642018-1.jpg

બિનચેપી રોગો માટેના પોપ્યુલેશન બેઝૂડ સ્ક્રીનીંગ અંતર્તગ આજરોજ દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સમગ્ર દેશમાં એન.સી.ડી. સોફટવેર લોન્ચ કરવામાં આવ્યું છે. 
ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત ડાયાબિટીસ, બી.પી., કેન્સર જેવા બિનચેપી રોગો માટેના પોપ્યુલેશન બેઝૂડ સ્ક્રીનીંગ કરવા માટે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દેશભરમાં એન.સી.ડી સોફટવેર અમલી બનાવવામાં આવ્યું છે. આ સોફટવેરમાં રાજયની આશાબેનો દ્વારા બિનચેપી રોગોનું ધરે ધરે જઇને સ્ક્રીનીંગ કર્યુ છે. તે માહિતીને આ સોફટવેરમાં અપડેટ કરવામાં આવશે. 
આ સોફટવેરના લોન્ચીંગ પ્રસંગને ઉનાવાના પી.એચ.સી સેન્ટરમાં બેસીને ગુજરાત રાજયના મિશન ડાયરેકટ ર્ડા. ગૌરવ દહિયા, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા આરોગ્ય અને પરિવાર કલ્યાણના એડીશનલ ડાયરેકટર ર્ડા. એન.બી. ધોળકિયા, ગાંધીનગર ના સી.ડી.એચ.ઓ  ર્ડા. એમ. એચ. સોંલકી, આર.સી.એચ.ઓ ર્ડા. હરેશ નાયક, ટી.એચ.ઓ ર્ડા. હરેશ ત્રિવેદી, એમ.ઓ. પી.એચ. સી. ઉનાવા ર્ડા. બીનાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય સેવા સાથે સંકાળયેલા કર્મયોગીઓ ઉપસ્થિત રહીને નિહાળ્યો હતો. 

Previous articleસિવિલમાં વીજ વપરાશમાં વધારો મહિને ૩૦૦ કિલો વોટનો વધારો
Next articleસોનીપુરના તળાવમા દુષિત પાણી ભળતા લોકામાં રોષ