સોનીપુરના તળાવમા દુષિત પાણી ભળતા લોકામાં રોષ

709
gandhi1642018-4.jpg

સોનીપુરમાં આવેલા તળાવામાં ગટરનુ પાણી છોડવામા આવતા અતિભારે દુર્ગધ આવી રહી છે. તળાવ પાસેથી પસાર થતા લોકોને નાક બંધ કરીને જવાની નોબત આવી રહી છે. ત્યારે આ તળાવની ગંદકીને કારણે સુંદરતા હણાઇ રહી છે. આજુબાજુમા રહેતા લોકોના આરોગ્ય સામે ખતરો જોવા મળી રહ્યો છે. ગટરનુ પાણી બંધ કરાવવા જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે. 
સોનીપુરમાં આવેલા તળાવની ગંદકીના કારણે રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. ગટરનુ પાણી ભેળવવામાં આવતા તળાવનુ પાણી અશુદ્ધ બની રહ્યુ છે. 
બીજી તરફ મચ્છરજન્ય પેદાશોનો પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ગામના નરેશ ઠાકોરે કહ્યુ કે ગામના તંત્રને તળાવ સ્વચ્છ રાખવામાં રસ જોવા મળતો નથી. પરિણામે આ પાણી પશુઓના પીવાના કામમાં પણ આવતુ નથી. જ્યારે તળાવ બદસુરત બનાવવામાં આવી રહ્યુ છે તે વધારામાં. ત્યારે તળાવના પાણીમાં ગટરનુ પાણી ભળતુ અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Previous articleપોપ્યુલેશન બેઝૂડ સ્ક્રીનીંગ માટે એન.સી.ડી. સોફટવેર લોન્ચ કરાયું
Next articleગુજરાત બાર કાઉન્સીલમાં ગાંધીનગરનાં બે એડવોકેટ ચૂંટાયા