દામનગરમાં આંબેડકર જયંતિની ઉજવણી કરાઈ

979
guj1642018-1.jpg

દામનગર સહિત ગ્રામ્ય માં ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જ્યંતી ની ઉજવણી કરાય  છભાડીયા માં ત્રણ સાહસવીર યુવાનો ને વિશિષ્ટ સન્માન ગત વર્ષે વરસાદી પાણી ના પ્રવાહ તણાતી હાઇસ સ્કૂલ ની પાંચ બાળા ના જીવ ના જોખમે બચાવી સાહસ ખેડનાર ને ડો બાબા સાહેબ ના જન્મ દીને વીરતા સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. દામનગર શહેર માં બટુક ભોજન અને મોર્ડનગ્રીન પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા વિવિધ પોસ્ટરો બેનરો સાથે જયભીમ ના નાદ સાથે શહેર ની મુખ્ય બજારો માં રેલી યોજી ઉજવાયો ડો બાબા સાહેબ નો જન્મ દિન દામનગર ના ધામેલ ગામે યુવાનો દ્વારા વ્યસન મુક્તિ અભિયાન પ્રચાર પ્રતિજ્ઞા સાથે ડો બાબા સાહેબ ના સિદ્ધાંતો ને અનુચરવા ની પતિજ્ઞા લેતા યુવાનો એ ડો બાબા સાહેબ ના સ્ટેસ્યું ને પુષ્પહાર કરી ડો બાબા સાહેબ ની ૧૨૭ મી જન્મ જ્યંતી ને દામનગર શહેર સહિત ગ્રામ્ય માં વિવિધતા પૂર્ણ ઉજવાય હતી.

Previous articleદામનગરના પૌરાણીક મંદિરના જીર્ણોધ્ધારની પહેલ કરતા પૂ.મોરારીબાપુ
Next articleઉનાકાંડના પિડીતો ૨૯ એપ્રિલે બૌધ્ધ ધર્મ અંગીકાર કરશે