પરંપરાગત ગરબીની પધરામણી

830

નવરાત્રિ પર્વ એટલે માયભક્તો સહિત ભાવિક ભક્તો માટે આરાધના પર્વ આ પર્વ નિમિત્તે પરંપરાગત માતાજીની ગરબી મંદિરમાંથી બહાર પધરાવી રાત્રિના માતાજીના ગરબા, ધૂન અને ભવાઈ સહિતના આયોજનો કરવામાં આવે છે. શહેરના હાઈકોર્ટ રોડ અંબાજી મંદિર, આતાભાઈ ચોક, કાળુભા રોડ, કરચલીયાપરા, રેલ્વે સ્ટેશન, કોળીયાક સહિતના વિસ્તારોમાં ગરબી પધરાવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને પૂજન-અર્ચન સાથે ગરબા પણ ગવાય છે. આ તમામ સ્થળોએ આઠમનો હવન પણ કરવામાં આવે છે.

Previous articleનાની બાળાઓ દ્વારા ૬૪ જોગણીના દર્શન
Next articleઅગ્રસેન મહારાજની જન્મજયંતિ