યોજનાઓને ધબ્બા લગાવે તેવા લોકો સામે કાર્યવાહી થશે : ફળદુ

640
gandhi1842018-1.jpg

ગાંધીનગરમાં જમીન વિકાસ નિગમમાં સૌથી મોટા એસીબીના દરોડામાં પકડાયેલ કેશ બાદ સરકાર ભ્રષ્ટાચાર થયો હોય તો નહીં ચલાવી લેવામાં આવે તેવું કહી રીતસર બેકફુટ પર આવી છે. ત્યારે આ ખાતું સંભાળતા આર. સી. ફળદુએ પણ સરકારની વાતને ફરી એકવાર દોહરાવતા કડક કાર્યવાહી કરવાની વાતનું રટણ ફરી એકવાર કર્યું છે. 
એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા જમીન વિકાસ નિગમ લિમિટેડની ગાંધીનગર સ્થિત ઓફિસમાં રેડ પાડીને માત્ર એકજ દિવસના ઉધરાણા પેઠે એકઠાં કરાયેલા ૫૫ લાખ રૂપિયા જપ્ત કરાયાના મામલે તે પછી તપાસ રેલો હિંમતનગર અને રાજકોટ બાજુ પહોંચવા અંગે આર સી ફળદુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભ્રષ્ટ અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરાશે. યોજનાઓને ધબ્બા લગાવે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.
આરસી ફળદુએ આ મામલે વધુંમાં કહ્યું હતું કે ઉંડાણપૂર્વકની ઝીણવટભરી કાર્યવાહી કરાશે. સરકાર ખેડૂતોના હિતમાં ખેતતલાવડી બનાવે છે.
છઝ્રમ્ની રેડમાં નિગમના અધિકારીઓ ઝડપાયા પછી આરસી ફળદુએ કહ્યું હતું કે હવે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનમાં કાર્યવાહી કરાશે. સરકારમાં અનેક પ્રામાણિક અધિકારીઓ પણ હોવાનું અને તમામ અધિકારી પર શંકા ન કરી શકાય તેમ પણ તેમણે કહ્યું હતું.

Previous articleજિલ્લામાં કુલ ૨૨૭૯૨ હેકટરમાં ઉનાળુ વાવેતર જે ગત ૩ વર્ષનાં સરેરાશ વાવેતર કરતા ઘણુ ઓછુ
Next articleરામમંદિર મુદ્દે તોગડિયાનાં મગરનાં આંસુ ભાજપ સરકાર નિષ્ફળઃ પરેશ ધાનાણી