મહુવામાં ઈન્દીરાનગરની ઝુંપડપટ્ટીમાં તીનપત્તીનો જુગાર રમતાં ૧૬ ઝડપાયા

808
bvn1842018-3.jpg

મહુવા ખાતે ઈન્દીરાનગરની સિંગલ ઝુપડપટ્ટીમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ૧૬ ઈસમોને મહુવા પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી રોકડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ ઈન્દીરાનગર વિસ્તારમાં સિંગલ ઝુપડપટ્ટી નજીક અમુક ઈસમો જાહેરમાં જુગાર રમે છે તેવી હકિકત મળતા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમી રહેલા ઉસ્માન વિપુલ સવજીભાઈ, ઈમરાન ઈકબાલભાઈ, ઘનશ્યામ શિવાભાઈ, જયદેવ કાળુભાઈ, શફી  યાસીનભાઈ, ધર્મેન્દ્ર બાબુભાઈ, મનસુખ લક્ષ્મણભાઈ, મુસ્તુફા ખાલીદ, ભરત કરશનભાઈ અને એબરેઝને રોકડ રૂા. રપ,પ૯૦ તેમજ ૧૦ મોબાઈલ મળી કુલ રૂા. ૩૮૦૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. 

Previous articleસેંટ ઝેવિયર્સ પ્રા. સ્કુલમાં મેગા સમર વેકેશન કેમ્પ
Next articleકઠુઆની માસુમ બાળાના દુષ્કર્મીઓને કડક સજા કરવા મુસ્લિમ સમાજની માંગ